________________
ચારણકૃત પ્રતિભાવંદન
सम्बद्धस्यास्येदमादिसूत्रम्- 'कइविहे णं' इत्यादि। तत्र चरणं-गमनमतिशयवदाकाशे एषामस्तीति चारणाः। 'विज्जाचारण'त्ति । विद्या-श्रुतं तच्च पूर्वगतं, तत्कृतोपकाराश्चारणा विद्याचारणाः । 'जंघाचारण'त्ति, जङ्घाव्यापारकृतोपकाराश्चारणा जवाचारणाः । इहार्थे गाथा:→ 'अइसयचरणसमत्था, जंघाविज्जाहिं चारणा मुणओ। जंघाहिं जाइ पढमो निस्सं काउं रविकरे वि' ॥१॥ (छाया-अतिशयेन चरणसमर्था जवाविद्याभ्यां चारणा मुनयः । जङ्घाभ्यां याति प्रथमो निश्रीकृत्य रविकरानपि॥) एगुप्पाएण तओ रुयगवरमि उ तओ पडिनियत्तो। बीएणं नंदीसरमिहं तओ एइ तइएणं ॥२॥ (छाया→ एकोत्पातेन ततो रुचकवरं ततः प्रतिनिवृत्तः। द्वितीयेन नन्दीश्वरमिह तत आगच्छति तृतीयेन।) 'पढमेणं पंडगवणं बीउप्पाएणणंदणं एइ । तइउप्पाएण तओइह जंघाचारणो एइ॥३॥ (छाया→प्रथमेन पण्डकवनं द्वितीयोत्पातेन नन्दनमेति। तृतीयोत्पातेन तत इहायाति जवाचारण:।) 'पढमेण माणुसोत्तरनगं स नंदीसरं बिईएणं। एइ तओ तइएणं कयचेइयवंदणो इहयं ॥ ४॥ (छाया-प्रथमेन मानुषोत्तरनगं द्वितीयेन नन्दीश्वरं स एति। ततस्तृतीयेनेहैति कृतचैत्यवन्दनः।) 'पढमेण नंदणवणं बीउप्पाएण पंडगवणंमि। एइ इहं तइएणं जो विज्जाचारणो होइ'॥ ५॥ (छाया→ प्रथमेन नन्दनवनं द्वितीयोत्पातेन पण्डकवनम् । एतीह तृतीयेन यो विद्याचारणो भवति।) इति। [विशेषाव.७८६७९०] 'तस्स णं ति। यो विद्याचारणो भविष्यति, तस्य षष्ठंषष्ठेन तप:कर्मणा विद्यया च-पूर्वगतश्रुतविशेषरूपया करणभूतया। उत्तरगुणलद्धिं 'ति। उत्तरगुणा:=पिण्डविशुद्ध्यादयः, तेषु, इह च प्रक्रमात्तपो गृह्यते। ततश्चोत्तरगुणलब्धि-तपोलब्धिम्, क्षममाणस्य अधिसहमानस्य, तपः कुर्वत इत्यर्थः। कहं सीहा गइ'त्ति । कीदृशी शीघ्रा गति: गमनक्रिया, 'कहं सीहे गइविसए'त्ति । कीदृशः शीघ्रो गतिविषयः द्वि ? शीघ्रत्वेन तद्विषयोऽप्युपचारात् शीघ्र उक्तः, गतिविषय:-गतिगोचरः। गमनाभावेऽपि शीघ्रगतिगोचरभूतं क्षेत्रं किम् ? इत्यर्थः । अयन'मित्यादि
આઠમા ઉદેશકના અંતે દેવોનું સ્વરૂપ બતાવ્યું. દેવોઆકાશગામી હોય છે. તેથી હવે આકાશગામી વિધાવાળા દ્રવ્યદેવ=સાધુની પ્રરૂપણા નવમાં ઉદેશકમાં કરે છે. આ પ્રમાણે પૂર્વના ઉદ્દેશક સાથે સંકળાયેલા નવમા ઉદ્દેશકનું આ પ્રથમ સૂત્ર છે. કઇ વિહેણ ઇત્યાદિ. ચારણ=આકાશમાં અતિશયયુક્ત ગતિવાળા. વિદ્યાચારણ-વિદ્યા= પૂર્વગતશ્રત. તેનાદ્વારા ઉપકૃત થયેલા ચારણો. જંઘાચારણ-જંઘાના વ્યાપારથી ઉપકૃત થયેલા ચારણો. આ અંગે આ ગાથા છે -જંઘા અને વિદ્યાવડે અતિશયયુક્તગતિમાં સમર્થ (મુનિઓ) ચારણ સમજવા. પહેલા પ્રકારના ચારણો (જંઘાચારણો) સૂર્યના કિરણોની પણ નિશ્રા કરીને(=આલંબન લઇ) જંઘાથી ગમન કરે છે. /૧/ તે જંઘાચારણો એક ઉત્પાતથી રૂચકવર દ્વીપ પર જાય છે. ત્યાંથી પાછા ફરતા બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપ પર અને ત્રીજા ઉત્પાતથી અહીં આવે છે. //// તથા પ્રથમ ઉત્પાતથી પંડકવનમાં જાય છે, પાછા ફરતા બીજા ઉત્પાતથી નંદનવનમાં આવે છે અને ત્રીજા ઉત્પાતથી અહીં આવે છે. ૩ વિદ્યાચારણો પ્રથમ ઉત્પાતથી માનુષોત્તરપર્વતપર જાય છે. બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપપર જાય છે. ત્યાં ચૈત્યવંદન કરી પાછા ફરતાં ત્રીજા ઉત્પાતથી અહીં આવે છે. //૪ તથા તેઓ પ્રથમ ઉત્પાતથી નંદનવન પર જાય છે. બીજા ઉત્પાતથી પંડકવનપર આવે છે. પાછા ફરતા ત્રીજા ઉત્પાતથી અહીં આવે છે. પો ઉત્તરગુણ=પિંડવિશુદ્ધિવગેરે. પ્રસ્તુતમાં ‘ઉત્તરગુણ પદથી તપ સમજવો. અર્થાત્ જે તપ કરવામાં સમર્થ મુનિ છઠના પારણે છઠનો તપ કરે છે અને પૂર્વગતશ્રુતવિશેષરૂપ વિદ્યાવાળો છે. તે મુનિ ભવિષ્યમાં વિદ્યાચારણલબ્ધિ પ્રાપ્ત કરે છે. શીઘ્રગતિ=ગમનક્રિયા. ગતિ શીવ્ર હોવાથી તેનો વિષય પણ શીધ્ર કહેવાય. શીઘગતિવિષયકશીધ્રગતિસંબંધી ક્ષેત્ર. ગતિક્રિયા ન હોય તો પણ ગતિના વિષયભૂત ક્ષેત્રનો જ માત્ર નિર્દેશ હોવાથી દોષ નથી. અહીં ‘હવ્વમાગચ્છે” એ પછી અધ્યાહારથી ‘દેવની આ શીધ્રગતિ છે એ પ્રમાણે વાક્યનો અંત સમજવો.