________________
નમસ્કારમહામંત્રના ક્રમની વિચારણા
29.
यथास्थितपञ्चमपदानुपपत्तेश्चेति पापिष्ठतराः। तेऽप्यनाकर्णनीयवाचोऽद्रष्टव्यमुखाः। स्वकपोलकल्पिताशङ्कया व्यवस्थितसूत्रत्यागायोगादीदृशकदाशङ्कानिरासपूर्वमनतिसंक्षिप्तविस्तृतस्य नमस्कारपाठस्य स्थितक्रमस्य नियुक्तिकृतैव व्यवस्थापितत्वाच्च। तदाह → 'नविसंखेवो न वित्थारो, संखेवो दुविहो सिद्धसाहूणं। वित्थरओऽणेगविहो, पंचविहो न जुज्जइ जम्हा'॥१॥ अरिहंताई णियमा साहू साहू य तेसिं भइयव्वा । तम्हा पंचविहो खलु, हेउणिमित्तं हवइ सिद्धो'॥२॥ 'पुव्वाणुपुब्वि ण कमो, णेव य पच्छाणुपुब्वि एस भवे। सिद्धाईया पढमा, बीयाए साहुणो જ વધુ પૂજ્ય છે. કેમકે સિદ્ધોએ (૧) સર્વકર્મનો ક્ષય કર્યો છે અને તેથી (૨) સિદ્ધો સર્વગુણસંપન્ન છે અને (૩) સર્વથા મુક્ત છે. આમ વધુ પૂજનીય સિદ્ધોને મુકી પહેલા અરિહંતને નમસ્કાર કરવામાં પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ છે. (અને એટલુંનોંધી લેજો કે પૂજ્યની પૂજાનો વ્યતિક્રમકલ્યાણનો બાધક છે અને અનર્થનો સાધક છે.) તથા (૨) આચાર્યવગેરે ઊંચે સ્થાને રહેલાઓ નમસ્કાર મહામંત્રના જાપદ્વારા પોતાનાથી નીચે રહેલા સાધુઓને નમન કરે તે કેટલું અજુગતુ છે? અહીં ક્યાં રહી વિનયમર્યાદા? બધા સાધુઓને વંદનીય આચાર્યો બધા સાધુઓને નમન કરે તે વિચારવું જ અસહ્ય છે. માટે “નમો લોએ સવ્વસાહૂણં' પદ જરા પણ સંગત થતું નથી.
ઉત્તરઃ- “નમસ્કારમહામંત્ર' જેવા અતિપવિત્ર સૂત્ર માટે આવું અશ્રાવ્ય કથન કરવામાં જરાયે કંપન થવો એ ઘણી કઠોરતા ગણાય. આ સાંભળીને અમારા કાનમાંથી તો કીડા ખરી પડે છે. ખરેખર ! આવું અશ્રાવ્યવચન જે મુખથી બોલાય, તે મુખના તો દર્શન પણ કરવા જોઇએ નહિ. જે નમસ્કારમહામંત્ર શાશ્વત છે, સર્વને પૂજ્ય છે, હૃદયમાં હંમેશા ધારી રાખવાયોગ્ય છે, સર્વકલ્યાણનો સાધક અને સર્વ અનર્થોનો બાધક છે; તે નમસ્કાર મહામંત્રને અનાર્ષ કહેવામાં તમે કર્મસત્તાથી ગભરાયા નહિ. અને ભયંકર ભવનમાં ભ્રમણનો ભય રાખ્યો નહિ. આવશ્યક નિર્યુક્તિકારે નમસ્કારપાઠ અતિસંક્ષિપ્તકે અતિવિસ્તૃત નથી એ વાતની શંકા-સમાધાનપૂર્વક સિદ્ધિ કરતી વખતે જ અરિહંતઆદિ પાંચ પદ જ કેમ? એ અંગે સમાધાન આપ્યું છે, અને અરિહંતથી આરંભીને જ કેમ નમસ્કારપદો? એ અંગે પણ નિશ્ચિતક્રમની ઔચિત્યરૂપે સિદ્ધિ કરી છે. તેથી આવી ખોટી શંકાઓને અવકાશ રહેતો નથી. નથી બેસતી આ વાત મનમાં? તો સાંભળી લો આવશ્યક નિર્યુક્તિના આ પાઠનું સ્વરૂપ –
શંકા - આ નમસ્કારમંત્ર સંક્ષેપરૂપ પણ નથી અને વિસ્તારરૂપ પણ નથી. જો સંક્ષેપ કરવો હતો, તો સિદ્ધ અને સાધુ આ બેને જ નમસ્કાર પર્યાપ્ત હતો. કેમકે અરિહંતો અત્યંત નજીકમાં જ સિદ્ધ થવાના હોવાથી સિદ્ધપદમાં સમાવેશ પામે છે. અથવા તેઓતથા આચાર્યો અને ઉપાધ્યાયો સાધુમાં સમાવેશ પામશે. કેમકે તેઓ બધા સાધુતો છે જ.) અને જો વિસ્તારથી નમસ્કાર કરવો હોત તો અનેક પ્રકારે થઇ શકત. (જેમકે ચોવીશઆદિ તીર્થકરોને અલગ અલગ નમસ્કાર, સિદ્ધોને પંદર ભેદે નમસ્કાર ઇત્યાદિ) /૧/
સમાધાન - (અલબત્ત, તમે કહ્યું તેવો સંક્ષેપ કે વિસ્તાર નથી. પરંતુ સૂત્રમાં અરિહંત આદિ પાંચમાં પાંચ વિશિષ્ટ હેતુ અને નિમિત્ત રહ્યા છે. આ હેતુ અને નિમિત્તોને કારણે પરમેષ્ઠીમાં પાંચ ભેદ પાડી પાંચને નમસ્કાર કર્યા છે. “મગ્ગો અવિપ્પણાસો, આચારો વિણયયા સહાયત્ત / પંચવિહનમોક્કાર કરેમિ એએહિં હેઉહિં' અર્થ૦(૧) માર્ગ (૨) અવિપ્રનાશ (૩) આચાર (૪) વિનયતા અને (૫) સહાયતા. આ પાંચ હેતુથી ક્રમશઃ અરિહંત આદિ પાંચ ભેદે નમસ્કાર કરું છું. અરિહંતમાં માર્ગદતૃત્વ’ વિશેષગુણ છે. સિદ્ધો અવિનાશી છે. આચાર્યોઆચારપાલક છે અને આચારના ઉપદેશક છે. ઉપાધ્યાયો વિનયગુણથી ભરેલા છે અને વિનયગુણના દાતા છે. તથા સાધુઓમાં સહાયકતા ગુણ વિશેષરૂપે છે. સર્વ સાધુઓને નમસ્કાર એવું ઉચ્ચારણ કરતી વખતે માત્ર સાધુઓના જ ગુણો અને વિશેષગુણનું પ્રણિધાન થાય, પરંતુ અરિહંત આદિના ગુણો અને વિશેષગુણનું પ્રણિધાન થાય નહિ. તેથી તેઓના ગુણના
સ્મરણથી પ્રગટતા ભાવોલ્લાસથી વંચિત રહેવાનું થાય. આમ સાધુને નમસ્કાર કરવાથી બધા પરમેષ્ઠીઓને સામાન્યરૂપે વંદન થવા છતાં વિશેષરૂપ વંદન થતું નથી, અને વિશેષવંદનનો લાભ મળતો નથી.) તથા અરિહંતવગેરે અવશ્ય સાધુ છે. પરંતુ સાધુઓ