________________
પ્રતિમાશતક કાવ્ય-૩)
( 28 ) वाणीनमस्कारस्य नमः श्रुतदेवतायै'इत्यनेनैव गतार्थत्वात्, वक्रमार्गेण पुनरुक्तौ बीजाभावात्, 'बंभीए णं लिवीए अट्ठारसविहे लिवी(लेख पाठा.)विहाणे पन्नत्ते[सू.१८/१/५] इति समवायप्रसिद्धं प्रकृतपदस्य मौलमर्थमुलंघ्य विपरीतार्थकरणे चोत्सूत्रप्ररूपणव्यसनं विना किमन्यत्कारणं धर्मशृगालस्येति वयं न जानीमः । केचित्तु पापिष्ठाः “नेदं सूत्रस्थं पदं, 'रायगिहचलणे' [१/१/४] त्यत एवारभ्य भगवतीसूत्रप्रवृत्तेः; किं त्वन्यैरेवोपन्यस्तमि" त्याचक्षते। तदतितुच्छं, नमस्कारादीनामेव सूत्राणां व्यवस्थितेरेतस्य मध्यपदत्वात्। 'नमस्कारपाठ एवाना!, युक्तिरिक्तत्वात्, सिद्धानामभ्यर्हितत्वेन पूर्वमर्हन्नमस्कारस्याघटमानत्वादाचार्यादीनां सर्वसाधवो न वन्दनीया इति સૂત્રકારે બ્રાહ્મીલિપિના નામદ્વારા ઋષભદેવને નમસ્કાર કર્યા તેમાં કંઇ ખોટા વિકલ્પ ઉઠાવી શકાય નહિ.
ઉત્તર:-) જો આમ બ્રાહ્મીલિપિદ્વારા રાષભદેવને જ નમસ્કાર હોય, તો પ્રથમ શ્રુતદેવતાને નમસ્કાર કર્યા પછીતે મૃતદેવતાના પણ સ્વામી ઋષભદેવતીર્થકરને નમસ્કાર કરવામાં ક્રમઉલ્લંઘન થવાથી ઔચિત્યભંગદોષ છે. નમસ્કરણીય વ્યક્તિઓમાં સર્વાધિક પૂજ્યનો પ્રથમ નિર્દેશ કરવો જ ઉચિત છે. વળી તમે નૈગમનયને આગળ કરી બ્રાહ્મીલિપિદ્વારા તે લિપિના પ્રણેતાઋષભદેવને નમસ્કરણીય તરીકે સ્વીકારો છો. પરંતુ શુદ્ધ નૈગમનયની અપેક્ષાએ તો બ્રાહ્મીલિપિનાકર્તાલેખક=લખનારલીયો પણ નમસ્કરણીય થઇ જશે, કારણ કે તે-તે લખાયેલી બ્રાહ્મીલિપિના પ્રણેતા=ર્તા તો તે-તે લેખક જ છે. તેથી તમારી વાત તથ્યહીન છે.
પ્રતિમાલોપક:- “નમો ગંભીએ લિવીએ' એ સૂત્રમાં ‘લિપિ” શબ્દની આગળ “એનો પ્રશ્લેષ કરવાનો છે. તેથી ‘અલિવીએ તેવો અર્થ થાય છે. “અ” નો પ્રાકૃત સંધિનિયમ મુજબ લોપ થયો છે. તેથી લેપરહિતની બ્રાહ્મી=જિનવાણીને નમસ્કાર' એવો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી અહીં જિનવાણીને નમસ્કાર છે.
ઉત્તરઃ- તમારી આ વાત વાજબી નથી. સૂત્રમાં શ્રુતદેવતાને નમસ્કાર કર્યો તેનાથી જ જિનવાણીને નમસ્કાર થઇ જાય છે. તેથી આમ “બ્રાહ્મીલિપિ' નો ઉલ્લેખ કરી તે દ્વારા જિનવાણીને નમસ્કાર કરવાનો વક્રમાર્ગ અખત્યાર કરવામાં કોઇ પ્રયોજન નથી. બલ્ક પુનરુક્તિદોષ છે. તેથી અહીં બ્રાહ્મીલિપિને જ નમસ્કાર છે. તથા “બ્રાહ્મીલિપિ' પદનો મનઘડત અર્થ કરવામાં ધર્મશગાલની માત્ર ઉત્સુપ્રરૂપણા કરવાની પડી ગયેલી ટેવ સિવાય બીજું કોઇ કારણ દેખાતું નથી. કેમકે સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે – “બ્રાહ્મીલિપિદ્વારા અઢાર પ્રકારની લિપિઓ (લેખપદ્ધતિઓ) પ્રરૂપેલી છે.”
પૂર્વપક્ષ:- ભગવતી સૂત્રનો આરંભ રાયચિલણે' સૂત્રથી થાય છે. આ સૂત્રની પહેલાં આવતા નમો બંભીએ લિવીએ” વગેરે સૂત્રો મૂળસૂત્રના નથી. પણ પાછળથી કોઇકે ઉમેરેલા છે. તેથી એ પાછળથી ઉમેરાયેલા સૂત્રો પ્રમાણભૂત નથી.
ઉત્તરપક્ષ - પાપિષ્ઠ એવા તમારી આ વાત અત્યંત તુચ્છ છે, કારણ કે દરેક સૂત્ર “નમસ્કાર મહામંત્ર'ના નમસ્કારઆદિ પદોથી આરંભાય છે. તેથી ભગવતીસૂત્રનો આરંભ પણ નમસ્કાર મહામંત્ર'થી જ થયો છે. ‘નમો બભીએ લિવીએ” વગેરે પદો નમસ્કારના પાઠ પછી આવે છે. તેથી તે પદો મધ્યમાં રહ્યા છે. તેથી એ પદો પાછળથી ઉમેરાયા છે તેમ માનવામાં કોઇ પ્રમાણ નથી.
નમસ્કાર મહામંત્રના ક્રમની વિચારણા (કો’ક) પ્રતિમાલોપક - તમારો આ નવકાર જ કોઇ ભેજાગેપની પેદાશ છે. આ નવકારને આર્ષ= આગમરૂપ માની શકાય નહિ, કેમકે આ નમસ્કારમાં નમસ્કરણીયના ક્રમના જ ઠેકાણા નથી. (૧) તમારા કહેવાતા આ મહામંત્રમાં સૌ પ્રથમ અરિહંતને નમસ્કાર કર્યો છે અને સિદ્ધોને તે પછી નમસ્કાર કર્યો છે. પણ હકીકતમાં સિદ્ધો