________________
પ્રિતિબંદિતર્કથી સ્થાપનાની પૂજ્યતાની સિદ્ધિ
35
वन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव'।। इति । बोध्युदयोऽपि प्रतिमादर्शनाद् बहूनां सिद्ध एव। तदुक्तं दशवैकालिकनिर्युक्तौ → 'सिज्जभवं गणहरं, जिणपडिमादसणेण पडिबुद्धं । मणगपियरं दसकालिअस्स णिज्जूहगं वंदे ॥ [गा.१४] इत्यादि। नियुक्तिश्च सूत्राद् नातिभिद्यत इति व्यक्तमेव, विवेचयिष्यते चेदमुपरिष्टात्। नाम्नो नामिना सह वाच्यवाचकभावसम्बन्धोऽस्ति, न स्थापनाया इत्यस्ति विशेष इति चेत् ? अत्राह-प्रतियोगिना=इतरनिक्षेपनिरूपकेण भावनिक्षेपेन सह द्वयो:-नामस्थापनयोः सम्बन्धः किं न सदृश:=न सदृशवचन: ? न मिथ: किञ्चिद् वैषम्यमित्यर्थः । एकत्र वाच्यवाचकभावस्याऽन्यत्र स्थाप्यस्थापकभावस्य सम्बन्धस्याऽविशेषात्,
સાગર અને લોકોત્તર મુદ્રાથી શોભતા ભગવાનની પ્રતિમાના દર્શનથી પણ ભગવાનના સર્વશ્રેષ્ઠ ગુણોનું ધ્યાન સુતરામ્ થઇ શકે છે. તેથી જ આ સ્તુતિમાં કહ્યું છે – “હે પરમાત્મ!તારી બન્ને આંખો પ્રશમરસમાં નિમગ્નડુબેલી છે. તારું વદનકમળ પ્રસન્ન છે. તારો ખોળો સ્ત્રીસંગથી રહિત છે. તારા બન્ને હાથો પણ શસ્ત્રવિહોણા છે. તેથી નિશ્ચય થાય છે કે જગતમાં તું જ વીતરાગ દેવ છે. પ્રભુની આ સર્વ વિશિષ્ટતાઓનું જ્ઞાન વર્તમાનકાળ-પ્રભુની ગેરહાજરીમાં પણ તેમની પ્રતિમાના દર્શનથી જ થાય છે. ભૂતકાળમાં પણ જિનપ્રતિમાના દર્શનથી ઘણાને સમ્યક્તની પ્રાપ્તિ થઇ હોય તેવા દાખલા છે. દા.ત. દશવૈકાલિક ગ્રંથની નિર્યુક્તિમાં કહ્યું જ છે કે – “મનકના પિતા તથા જિપ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલાતથા દશવૈકાલિકના નિયૂહક( પૂર્વમાંથી ઉદ્ધાર કરનારા) એવાશથંભવ ગચ્છાધિપતિને હું વંદુ છું.” (ટીકાકારે પણ આ હેતુથી જ શ્રી સિદ્ધગિરિના સ્તવનમાં કહ્યું છે કે ‘તુમ દરિસનથી સમકિત પ્રગટે, નિજ ગુણ રિદ્ધિ અપાર રે')
પૂર્વપક્ષ - આ વાત તો નિર્યુક્તિમાં બતાવી છે. જો સૂત્રમાં આ વાત બતાવી હોત, તો પ્રમાણભૂત બનત. ઉત્તરપક્ષ - નિર્યુક્તિ સૂત્રથી ભિન્ન નથી એ સ્પષ્ટ જ છે. આ વાતનું વિવેચન આગળ ઉપર કરીશું.
પૂર્વપક્ષ - સ્થાપના કરતાં નામમાં આ વિશેષ છે કે, નામનો નામી સાથે વાચ્યવાચકભાવ સંબંધ છે. નામ વાચક છે અને નામી વાચ્યું છે. સ્થાપનાનો મૂળવ્યક્તિસાથે આવો સંબંધ નથી. આમ સંબંધ વિના સ્થાપનામાત્રથી મૂળવ્યક્તિનું સ્મરણ શી રીતે થાય?
ઉત્તરપલઃ- જેમ નામનો પ્રતિયોગી=ભાવનિક્ષેપાની મૂળવ્યક્તિ સાથે વાચ્યવાચકભાવ સંબંધ છે, તેમ સ્થાપનાનો મૂળવ્યક્તિ સાથે સ્થાપ્યસ્થાપકભાવસંબંધ છે. ભાવનિક્ષેપાની વસ્તુ સ્થાપ્ય છે. સ્થાપનાનિક્ષેપો એનો સ્થાપક છે. આ સ્થાપ્યસ્થાપકભાવ સંબંધ પણ વાચ્યવાચકભાવસંબંધની જેમ જ સ્વરૂપસંબંધ છે.
પૂર્વપક્ષ - સ્થાપનાનું મૂળવ્યક્તિ સાથે તાદાભ્ય જ ક્યાં છે કે જેથી સ્થાપનાને જોતા સ્થાપ્ય મનમાં આવે?
ઉત્તરપઃ - એમ તો નામનું પણ મૂળવ્યક્તિ સાથે તાદાભ્ય ક્યાં છે? કારણકે મૂળવ્યક્તિરૂપ ભાવ સાથે તો માત્ર દ્રવ્ય જ કથંચિત્ તાદાભ્ય ધરાવે છે. સાર - આ પ્રતિબંદિતર્ક દ્વારા નામ અને સ્થાપનાની પરસ્પર તુલ્યતા સિદ્ધ થાય છે. તેથી પરમાત્માનું ભાવનિક્ષેપે મનન કરવામાં જેમનામનિક્ષેપો સહકારી છે, તેમ સ્થાપનાનિક્ષેપો પણ સહકારી છે. કારણકે પ્રતિમાના આલંબનથી પણ પરમાત્માનું મનન થઇ શકે છે. અને જો ભાવ સાથે તાદાભ્યવગેરરૂપ અંતરંગ સંબંધ ધરાવતો ન હોવાથી સ્થાપના નિક્ષેપોત્યાજ્ય-ઉપેક્ષણીય તરીકે માન્ય હોય, તો નામનો પણ ભાવસાથે તાદાભ્યાદિ અંતરંગ સંબંધ નથી. આ હિસાબે તો નામ પણ ત્યાજ્ય બની જાય. પણ તે તમને(=પ્રતિમાલોપકોને) ઇષ્ટ નથી કારણ કે તમને નામનિક્ષેપો માન્ય છે. તો સમાનતયા સ્થાપના પણ માન્ય થવી જ જોઇએ. આમ પ્રતિબંદિતર્કદ્વારા નામ અને સ્થાપના સમાનતયા સિદ્ધ થાય છે. આ ચર્ચાથી ફલિત થાય છે કે, નામનિશાની