________________
પ્રિતિબંધિતર્કથી સ્થાપનાની પૂજ્યતાની સિદ્ધિ
37
इत्यादयस्तर्का: सुप्रसिद्धाः। विपर्ययपर्यवसानं च परेषामनुमितिरूपम्, अस्माकं स्वतन्त्रप्रमितिरूपमित्यन्यदेतत्। 'भावनिक्षेपो यद्यवन्द्यस्थापनाप्रतियोगी स्यात्, तदाऽवन्द्यनामनिक्षेपप्रतियोगी स्याद्' इत्येवं वा तर्कस्य व्यधिकरणत्वं निरसनीयमनिष्टप्रसङ्गरूपत्वात्। प्रतिबन्दिरेव वात्र स्वातन्त्र्येण तर्क इति विभावनीयं तर्कनिष्णातैः ॥४॥ प्रतिवादीनेवं भङ्ग्याऽऽक्षिपस्तदाराधकान् अभिष्टौति
स्वान्तं ध्वांतमयं मुखं विषमयं दृग् धूमधारामयी,
तेषां यैर्न नता स्तुता न भगवन्मूर्त्तिनवा प्रेक्षिता । देवैश्चारणपुङ्गवैः सहृदयैरानन्दितैर्वन्दितां,
વે વેનાં સમુપાસ થયસ્તેષાં પવિત્ર નનુ . (दंडान्वयः→ यैर्भगवन्मूर्ति नै नता तेषां स्वान्तं ध्वांतमयं, (यैः भगवन्मूर्तिः) न स्तुता (तेषां) मुखं विषमयम्। (यैः भगवन्मूर्तिः) वा न प्रेक्षिता (तेषां) दृग् धूमधारामयी। सहृदयैरानन्दितैः देवैश्चारणपुङ्गवैश्च वन्दितामेनां ये तु कृतधियः समुपासते, तेषां जनुः पवित्रम्॥) અનુપપત્તિતર્કથી ઇષ્ટની સિદ્ધિ કરાય જ છે. જેમકે “જો આ બ્રાહ્મણ ન હોય તો આનો પુત્ર પણ બ્રાહ્મણ ન હોય (અહીં એતસ્પિતા પદમાં બહુવી ડીસમાસ લઇ આ છે પિતા જેનો = પુત્ર એવો અર્થ ઉચિત લાગે છે. કેમકે પિતા બ્રાહ્મણ હોવામાત્રથી પુત્ર બ્રાહ્મણ હોવાનો નિયમ નથી - વર્ણસંકર સંભવી શકે છે. પણ જેનો પુત્ર બ્રાહ્મણ હોય, તે પોતે બ્રાહ્મણ હોય તો જ સંભવે.) “જો ઉપર સૂર્યન હોય, તો પૃથ્વી પર પ્રકાશ ન હોય.' ઇત્યાદિ દષ્ટાંતો પ્રસિદ્ધ છે. આ જ પ્રમાણે નામ અને સ્થાપના ભિન્ન હોવા છતાં, “જો સ્થાપના વંદનીય ન હોય, તો નામ પણ વંદનીય ન રહે' ઇત્યાદિ અનુપપત્તિદ્વારા સ્થાપનારૂપ આપાદકતારા નામરૂપ આપાદ્યમાં અવંદનીયતાનું આપાદન કરી શકાય છે. અહીં વિપર્યય પર્યવસાન અનુમિતિરૂપ જ છે એમ બીજાઓ માને છે. અમે એક સ્વતંત્ર પ્રમિતિ તરીકે તેનો સ્વીકાર કરીએ છીએ. પણ તે અહીં બહુ મહત્ત્વની વાત નથી.
પ્રશ્ન - આ પ્રમાણે સમાનાધિકરણ વિના પણ આપાદ્ય-આપાદકભાવસ્વીકારવામાં સર્વત્ર લાગુ પડવાનો અનિષ્ટ પ્રસંગ આવશે.
ઉત્તરઃ- અનિષ્ટ પ્રસંગના ભયથી જ જો તમારે આપાદ્ય-આપાદક તર્કને સમાનાધિકરણ સ્થળે જ માન્ય રાખવો હોય, તો અમે તે પ્રમાણે પણ બતાવીએ છીએ, “જો ભાવનિક્ષેપો અવંદનીય સ્થાપનાનો સંબંધી હોય, તો તે ભાવનિક્ષેપો અવંદનીય નામનો જ સંબંધી હોઇ શકે.” (અર્થાત્ જે ભાવનિક્ષેપાની વસ્તુની સ્થાપના અવંદનીય હોય, તે ભાવનિક્ષેપાની વસ્તુનું નામ પણ અવંદનીય જ હોય.) આમ અહીં અનિષ્ટપ્રસંગબતાવી ભાવનિક્ષેપારૂપ એક જ અધિકરણમાં આપાદ્ય-આપાદકભાવ દ્વારા સ્થાપનાની વંદનીયતાની સિદ્ધિ કરી. અહીં ભિન્નઅધિકરણ અંગેનો તમારો અનિષ્ટ પ્રસંગનો ભય પણ રહેતો નથી. અથવા અહીં પ્રતિબંદિ તર્કપોતે જ એક સ્વતંત્રતર્ક છે એમ તકનિષ્ણાતોએ સમજવું. || ૪ |
હવે કવિ અન્ય વિકલ્પથી પ્રતિવાદી(=પ્રતિમાલોપક) પર પ્રહાર કરતા અને પ્રતિમાપૂજકોપર પ્રશંસાના પુષ્પો પાથરતાં કહે છે–
કાવ્યર્થ - જેઓ ભગવાનની પ્રતિમાને નમ્યા નથી, તેઓનું હૃદય અંધકારમય છે. જેઓએ અરિહંતની મૂર્તિની સ્તવના કરી નથી, તેઓનું મુખ ઝેરથી ભરેલું છે. જેઓએ પરમાત્માની પ્રતિમાને નીરખી નથી, તેઓની