________________
의
સિાધુઓને મરીચિ વંદનીય કેમ નહિ? ચર્ચા अथ द्रव्यत्वस्य द्रव्यसङ्ख्याद्यधिकारेऽनुयोगद्वारादिषु एकभविकबद्धायुष्काभिमुखनामगोत्रभेदभिन्नस्यैवोपदेशाद् भावजिनादतिव्यवहितपर्यायस्य मरीचेर्द्रव्यजिनत्वमेव कथं युक्तमिति चेत् ? सत्यं-आयु:कर्मघटितस्य द्रव्यत्वस्यैकभविकादिभेदनियतत्वेऽपि फलीभूतभावार्हत्पदजननयोग्यतारूपस्य प्रस्थकादिदृष्टान्तेन दूरेऽपि नैगमनयाभिપ્રભુવગેરે તીર્થકરોના કાળમાં લોગસ્સ સૂત્રના પાઠની આવતી અનુપપત્તિ જ પ્રહારરૂપ છે. જો દ્રવ્યજિન વંદનીય ન હોય, તો એ પાઠ અસંગત ઠરે જે મોટી અનુપપત્તિરૂપ છે. તેથી પાઠને સુસંગત માનવો હોય, તો દ્રવ્યજિનને વંદનીય ગણવા જ જોઇએ.
સાધુઓને મરીચિ વંદનીય કેમ નહિ? ચર્ચા પ્રતિમાલપક - આમ જો દ્રવ્યજિનતરીકે મરીચિ ભરતને વંદનીય બન્યા, તો તે કાળના સાધુઓએ પણ મરીચિને વંદન કરવું જોઇએ. (પણ અમને તો એમ સંભળાય છે કે “સાધુઓ મરીચિને વંદન કરે એ વાત તો દૂર રહો, પણ મરીચિ
જ્યારે માંદા પડ્યા ત્યારે તે મરીચિને અસાધુ ગણી સાધુઓએ તેની વૈયાવચ્ચ પણ ન કરી.”) દ્રવ્યજિન જો આરાધ્ય હોય, તો સાધુઓએ મરીચિને વંદન અને મરીચિની વૈયાવચ્ચ કરવી જોઈતી હતી.
સમાધાન સાધુઓ જ્યારે ‘નમુત્થણ' =શક્રસ્તવનો “જે અઇઆ સિદ્ધા' ઇત્યાદિ પાઠ બોલે છે, ત્યારે તેઓ બધા દ્રવ્યજિનોને વંદન કરે જ છે. શાસ્તવનો પાઠ આ પ્રમાણે છે – “જે અતીત=ભૂતકાળમાં સિદ્ધ થયા, જેઓ ભાવીમાં સિદ્ધ થશે તથા જેઓ વર્તમાનમાં વિચરી રહ્યા છે, તે સર્વેને (જિનોને) હું વંદન કરું છું.”આ પાઠદ્વારા ભાવમાં થનારા જિનમાં સમાવેશ પામેલા મરીચિને વંદન થઇ જ જાય છે.
શંકા - આ પાઠથી તો બધા જિનોને સામાન્યરૂપે વંદન છે. તેમાં મરીચિને વિશેષ વંદનની વાત ન આવી. અમારે તો પૂછવું છે કે બધા સાધુઓ મરીચિને વિશેષરૂપે વંદન કરતા હતા કે નહિ?
સમાધાન - ઋષભદેવના સાધુઓ મરીચિને વિશેષરૂપે વંદન કરતા ન હતા, પણ તેમાં દ્રવ્યજિનની અવંદનીયતા કારણ નથી. પરંતુ તેવા પ્રકારના વ્યવહારની અસંગતતા જ કારણ હતી. (જો સાધુઓ પરિવ્રાજકવેશમાં હેલા મરીચિને વંદે, તો તે કાળના અન્ન લોકો એમ માનવાની ભૂલ કરી બેસે કે, “મરીચિ સાધુઓને પણ વંદનીય છે. તેથી પરિવ્રાજકધર્મ સાધુધર્મ કરતા વધુ ચડિયાતો છે, શ્રેષ્ઠ છે, અને પૂજનીય છે.” આમ લોકોના મિથ્યાત્વનું પોષણવગેરે દોષો ઊભા ન થાય એવા જ કોઇક હેતુથી સાધુઓ મરીચિને વંદન કરવાનો વ્યવહાર નહિ રાખતા હોય. વળી વ્યક્તિગત વિશેષવંદન ઉત્સર્ગમાર્ગે વર્તમાનપર્યાયને અપેક્ષીને જ થાય છે. ભાવીના પર્યાયને અપેક્ષીને વિશેષવંદન કરવામાં ઘણા દોષો ઉદ્ધવે છે.)
દ્રવ્યપદથી ભાવયોગ્યતાની ગ્રાહ્યતા શંકા - અનુયોગદ્વાર વગેરે ગ્રંથોમાં દ્રવ્યસંખ્યા વગેરેનો વિચાર બતાવ્યો છે. ત્યાં ‘દ્રવ્ય' તરીકે (૧) એકભવિકજીવ(૨) બદ્ધાયુષ્યજીવ અને (૩) અભિમુખનામગોત્રજીવ. આત્રણનો જ ઉલ્લેખ કર્યો છે. આમઆગમમાં ભાવજિનના અવ્યવહિતપૂર્વભવની જ ત્રણ અવસ્થામાં દ્રવ્યતરીકે પર્યાય સ્વીકાર્યો છે. તેથી ભાવજિનપર્યાયના પૂર્વના છેલ્લા ભવમાં જ દ્રવ્યજિનનો વ્યવહાર આગમસંમત છે. “મહાવીરસ્વામી' રૂપ ભાવજિનના પર્યાયથી અતિદૂરના ભવમાં રહેલા મરીચિમાં દ્રવ્યજિન પર્યાય માનવો સંગત નથી. ––––––––––––––––––––––––––––––––––
(૧) એકભવિક=ભાવજિનઆદિ પર્યાય પામવાના આગલા ભવમાં નવા ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય ત્યાં સુધીના પર્યાયવાળો. (૨) બદ્ધાયુષ્ક=ભાવજિનઆદિ પર્યાયના આગલા જ ભવમાં પણ આ નવા ભવના આયુષ્યના બંધ પછીના પર્યાયવાળો જીવ. (૩). અભિમુખનામગોત્રવાળો=ભાવજિન આદિ પર્યાયના આગલા જ ભવે આગલા ભવના છેલ્લા અંતર્મુહર્તકાળે અભિમુખનામગોત્રપર્યાયને પામે. આ ત્રણે પર્યાય ભાવજિનઆદિના દ્રવ્ય પર્યાયરૂપ છે.