________________
નિમો સુઅસ્સ’પદથી દ્રવ્યની આરાધ્યતાની સિદ્ધિ श्रुतभेदेषु संज्ञाव्यञ्जनाक्षरादीनां भावश्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, पत्रक-पुस्तकलिखितस्य च 'दव्वसुअंजं पत्तयपोत्थयलिहिअं[अनुयोगद्वार ३९] इत्यागमेन द्रव्यश्रुतत्वप्रसिद्धेः । भावश्रुतस्यैव वन्द्यत्वतात्पर्येच जिनवागपि न नमनीया स्यात्, केवलज्ञानेन दृष्टानामर्थानां जिनवाग्योगेन निसृष्टायास्तस्याः श्रोतृषु भावश्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, तदाएं → केवलनाणेणत्थे णाउं, जे तत्थ पन्नवणजोगे । ते भासइ तित्थयरो, वयजोगो सुअंहवइ सेसं'। [आव. नि. ७८] त्ति । तस्य वाग्योगः श्रुतं भवति। शेषम् =अप्रधानं द्रव्यभूतमिति तुरीयपादार्थः । भगवन्मुखोत्सृष्टैव वाणी वन्दनीया नान्येति वदंस्तु स्वमुखेनैव व्याहन्यते केवलायास्तस्याः श्रवणायोग्यत्वेन
નમો સઅપથી દ્રવ્યની આરાધ્યતાની સિદ્ધિ શંકા - આ પ્રસંગને છોડો. આ સિવાય બીજું કોઇ પ્રમાણ છે કે જે દ્રવ્યને આરાધ્ય તરીકે સિદ્ધ કરે?
સમાધાન - હા જુઓ! “નમો સુઅસ્સ(=શ્રતને નમસ્કાર) વગેરે પદધારા દ્રવ્યનિપાની આરાધ્યતા સિદ્ધ થાય છે. “નમો સુઅસ્સ” આ વાક્યમાં “શ્રુત’ પદ શ્રુતસામાન્યનો નિર્દેશ કરે છે. તેથી શ્રુતપદથી દ્રવ્યકૃત અને ભાવકૃત આ બંને નમસ્કાર્યતરીકે ગ્રાહ્ય થશે. તેમાં ભાવકૃત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ છે. સંજ્ઞા, વ્યંજનઆદિ શ્રુતદ્રવ્યશ્રત છે કેમકે તેઓભાવશ્રુતના કારણ છે. તેઓનો અક્ષરઆદિ શ્રુતના ભેદોમાં સમાવેશ થાય છે. આગમવચન છે કે “પાના પુસ્તકવગેરેમાં લખાયેલું બધુંદ્રવ્યશ્રુત છે.આમઆગમવચનથી પણ સંજ્ઞા-વ્યંજનાદિ બધુંદ્રવ્યશ્રુતતરીકે સિદ્ધ થાય છે. ભાવશ્રુત અને દ્રવ્યશ્રત આ બન્નેનો શ્રુતસામાયિકમાં સમાવેશ થાય છે. તેથી આ બન્ને મૃત વંદનીય છે.
શંકા - ‘નમો સુઅસ્સ' પદથી વંદનીય તરીકેનું તાત્પર્ય માત્ર ભાવસૃતઅંગે જ છે.
સમાધાન - આમ જો દ્રવ્યશ્રુત વંદનીય ન હોય, તો ભગવાનની વાણી પણ વંદનીય ન બને. ભગવાનને કેવળજ્ઞાન હોવાથી ભાવશ્રુત હોતું નથી. ભગવાન કેવળજ્ઞાન દ્વારા જોયેલા પદાર્થો પોતાના વાગ્યોગદ્વારા પ્રરૂપે છે; આ પ્રરૂપણા અનેક ભવ્યશ્રોતાઓના ભાવકૃતનું કારણ બનતી હોવાથી દ્રવ્યશ્રુતરૂપ છે. કહ્યું પણ છે કે – “તીર્થકરો કેવળજ્ઞાનદ્વારા પદાર્થોને જુએ છે અને જોયેલા તે પદાર્થોમાં જેટલા પદાર્થો પ્રરૂપણા યોગ્ય હોય તેટલા પદાર્થોને પ્રકાશે છે. ભગવાનનો આ વાગ્યોગ શેષ(=બાકી રહેલું=અપ્રધાન=દ્રવ્યભૂત) શ્રત થાય છે. હવે જો દ્રવ્યશ્રુત વંદનીય ન હોય, તો ભગવાનની વાણી પણ વંદનીય રહે નહિ.
મિશ્રિત અને વાસિત શબ્દપુદ્રલો જ શ્રવણયોગ્ય શંકા - “નમો સુઅસ્સ” અહીં શ્રુતપદથી માત્ર “ભગવાનની વાણી’ એવો જ અર્થ કરવો. અર્થાત્ માત્ર ભગવાનની વાણીરૂપ શ્રુત જ વંદનીય છે, અન્ય નહિ.
સમાધાન - અહીં તમારે દેવદતો વ્યાઘાત છે. કારણ કે તમે છોડેલા આ વચનપુક્કલો પણ શુદ્ધ તે રૂપે અમે સાંભળતા નથી. પણ કાં તો મિશ્ર અને કાં તો વાસિત પુલોને જ સાંભળીએ છીએ. તે જ પ્રમાણે ભગવાનના મુખમાંથી નીકળેલાશુદ્ધ વચનપુદ્ગલો કોઇના પણ શ્રવણપથમાં આવતા જ નથી. કેમકે ભગવાનના મુખમાંથી નીકળેલા શુદ્ધ વચનપુલો પોતે શ્રવણને યોગ્ય નથી. વક્તાના મુખમાંથી નીકળેલા વચનપુલો સમશ્રેણિમાં ગમન કરે છે અને માર્ગમાં આવતા ભાષાયોગ્ય પુલોને પોતાનાથી વાસિત કરે છે. અર્થાત્ એ પુલોમાં પણ પોતાને તુલ્ય શબ્દપરિણતિ ઉત્પન્ન કરે છે. આમ સમશ્રેણિમાં રહેલા શ્રોતાને વક્તાના મુખમાંથી નીકળેલા વચન અને તેનાથી વાસિત થયેલા પુલો, એમ મિશ્રવચનપુદ્ગલો સંભળાય છે. તેથી ભગવાન ઉપદેશ આપતા હોય ત્યારે સમગ્રેણિમાં રહેલાને મિશ્રવચનો સંભળાય છે. પરંતુ વિશ્રેણિમાં રહેલાને તો ભગવાનના મુખમાંથી નીકળેલા વચનપુદ્ગલમાંથી એક પણ પુલ સંભળાતો નથી.