________________
દ્રિવ્યજિનની આરાધ્યતામાં પર્યાયજ્ઞાનની નિયામકતા
19.
त्वात्, अत एव द्रव्यावश्यकस्य निषेध: सूत्रे 'अनुपयोगश्च द्रव्य मिति शतश उद्घोषितमनुयोगद्वारादौ।अर्थोपयोगे तु वाक्यार्थतयैव सिद्धा द्रव्यजिनाराध्यतेति । एतेन द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलचुलुकवर्तिजीवानामप्याराध्यत्वापत्तिस्तेषामपि कदाचिजिनपदवीप्राप्तिसम्भवादिति शासनविडम्बकस्य लुम्पकस्योपहासो निरस्तो द्रष्टव्यो द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानात् । मरीचिस्तु स्वाध्यायध्यानपरायणो महात्मा भगवतो
થતો હતો. પણ તે નામોચ્ચાર બાકીના દ્રવ્યજિનોઅંગે પૂજ્યતાના ઉપયોગ વિના થતો હતો.
સમાધાનઃ - તાત્પર્યને વિરુદ્ધ ન હોય તેવા અર્થના ઉપયોગવાળી ક્રિયા જ સાર્થક છે. અર્થના ઉપયોગ વિનાની ક્રિયા તો રાજાની ચાકરી કરતા સેવકની ક્રિયાની જેમ વેઠરૂપ જ છે. તેથી કષભઆદિકાળના સાધુઓ
અજિત'આદિ નામ બોલતી વખતે જો એવા ઉપયોગમાં હોય કે “આ અજિતઆદિ નામ ઉચ્ચારણમાત્ર છે-અર્થહીન છે.” તો તેઓ વિરુદ્ધ ઉપયોગમાં ગણાય કારણકે “આ સૂત્ર અર્થહીનશબ્દોથી ભરેલું છે એવી કલ્પના થવાથી સૂત્રની ઘોર આશાતના થાય. જો રાષભઆદિકાળના સાધુઓ “અજિત' આદિ નામો કોઇ પણ ઉપયોગ વિના જ બોલી જતા હોય, તો તેઓ વેઠ ઉતારતા જ ગણાય. “રાજાએ કામ સોંપ્યું છે માટે કરી નાખો' એવા ભાવથી ઉત્સાહ વિના જ કામ કરી નાંખતા ચાકરે કામ કર્યું કે વેઠ ઉતારી? બસ એજ પ્રમાણે ભગવાને આ લોગસ્સ સૂત્ર બોલવાનું કહ્યું છે માટે બોલી નાખો' એવા ભાવથી ઉપયોગ વિના બોલવું એ શુભક્રિયા ગણાય કે વેઠ ગણાય ? ધ્યાન રાખજો ! અવિરુદ્ધ ઉપયોગવિહોણી ક્રિયા યોગિકુળમાં જન્મઆદિ વિશિષ્ટ ધર્મસામગ્રીની સંપાદક બની શકતી નથી.
માટે જ સૂત્રમાં ઠેર ઠેર દ્રવ્ય આવશ્યકનો નિષેધ કર્યો છે. ઉપયોગ વિનાની આવશ્યકક્રિયા દ્રવ્યઆવશ્યક બને છે, કારણ કે અનુયોગદ્વારવગેરે સૂત્રોમાં કહ્યું જ છે કે “અનુપયોગsઉપયોગનો અભાવ દ્રવ્યરૂપ છે.” અર્થાત્ ઉપયોગ વિનાની પ્રવૃત્તિદ્રવ્યરૂપ છે. તેથી તે =કષભઆદિ જિનેશ્વરવખતના (આરાધકો સાધુઓઅવિરુદ્ધ ઉપયોગપૂર્વક જ લોગસ્સ સૂત્રનો ઉચ્ચાર કરતા હતા તેમ માનવું જ સંગત છે. અને તે વખતે એ ઉપયોગમાં “અજિત વગેરે દ્રવ્યજિનરૂપે જ આવવાનાં. આમ “અજિત' વગેરે દ્રવ્યજિનો પણ આરાધ્યતરીકે સિદ્ધ થાય છે.
દ્રવ્ય જિનની આરાધ્યતામાં પર્યાયશાનની નિયામકતા શંકા - આમ દીર્ઘકાળ પછી જેઓ ભાવજિન થવાના હોય તેઓ પણ જો દ્રવ્યજિન તરીકે આરાધ્ય બનતા હોય, તો ભવિષ્યમાં જિનબનનારા ઘણા જીવો અત્યારના એકેન્દ્રિયઆદિઅવસ્થામાં છે. એ બધા પણ દ્રવ્યજિનતરીકે પૂજ્ય થઇ જશે. તમે ખોબામાં લીધેલા પાણીમાં પણ ભાવિમાં જિન થનારા જીવોનો સંભવ છે. તેથી એ બધા જીવો પણ દ્રવ્ય જિનરૂપે આરાધ્ય થઇ જશે. ટૂંકમાં આ સમગ્ર સૃષ્ટિમાં રહેલા તમામ જીવો તમારે મન પૂજ્ય થવા જોઇએ, કારણ કે તમારા હિસાબે દ્રવ્યજિન પૂજ્ય છે અને તમને એ તો ખબર નથી કે આ બધામાં કોણ ભાવિમાં જિન થનાર છે. તેથી સંભાવનાના બળપર અને બધા જ જીવો ભાવિમાં જિન થવાની શક્યતાપર દ્રવ્યજિન થઇ પૂજ્ય થઇ જશે.
સમાધાન - તમે સમજ્યા વિના ઉપહાસ કર્યો છે. “આ જીવ ભાવિમા અમુક ક્ષેત્રમાં અમુક નામનો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 0 ઉપયોગસહિતની ક્રિયા યોગરૂપ બને છે અને જ્ઞાનઆદિત્રિકથી યુક્ત થાય છે. તેથી સામર્થ્યવિશેષ ભળે, તો તે યોગક્રિયા તે જ ભવમાં નિર્વાણસાધિકા બને છે. તેમ ન બને, તો વૈમાનિકદેવ આદિ ભવ મળે. અને તે પછી યોગિકુળમાં જન્મ મળે (યોગિકુળ=જ્યાં
પારાધના સહજ થતી હોય) અને ઉત્તરોત્તર વિશિષ્ટસામગ્રી મળે. એમ કરતા કરતા અલ્પભવોમાં ભવનો નિસ્તાર થઇ જાય આમ ઉપયોગયુક્ત ક્રિયા સાનુબંધ બને છે. ઉપયોગરહિતની ક્રિયા પોતાના ફળ તરીકે દેવલોકઆદિ અપાવી શકે પણ યોગારાધનાની પરંપરા સર્જી ન શકે. દેવલોક આદિ મળ્યા પછી વિષયાદિમાં મગ્ન બનેલા એ જીવો પછીના ભવમાં યોગિકુળમાં જન્મ પામી શકતા નથી. તેથી તેઓની યોગઆરાધના અટકી જાય છે. આમ ઉપયોગ વિનાની ક્રિયા નિરનુબંધ બને છે.
—
—
—
—
—
—
—
—