________________
20
પ્રતિમાશતક કાવ્ય-૨)
नाभिनन्दनस्य चन्दनप्रतिमया गिरा परिकलिततादृशपर्यायपुलकितगात्रेण भक्तिपात्रेण भरतचक्रवर्तिना वन्दित एवेति प्रसिद्धमावश्यकनिर्युक्तौ पुरश्चकार च वन्दननिमित्तं द्रव्यजिनपर्यायं, न त्वौदयिकभावम् । तथा हि → 'णवि ते पारिवज वंदामि अहंण ते इहं जम्म। जेहोहिसि तित्थयरो अपच्छिमो तेणं वंदामि ॥ [आव.नि.४२८] ત્તિ
पापिष्ठस्त्वाचष्ट उक्तमिदं नियुक्तौ परं न सूत्र इति नियुक्तिकमेवेति । तस्य दुष्टस्य शिरसि ऋषभादिवारके चतुर्विंशतिस्तवसूत्रपाठानुपपत्तिरेव प्रहारः, यदि द्रव्यजिनतां पुरस्कृत्य भरतेन मरीचिर्वन्दितः कथं न साधुभिरित्यत्रानुविशिष्य वन्दने तद्व्यवहारानुपपत्तिरेव समाधानं, सामान्यतस्तु 'जे अइआ सिद्धा' इत्यादिनाऽनागतमेव। ભાવજિન થશે એવું જ્ઞાન, અથવા “આ દ્રવ્યજિન છે તેવું જ્ઞાન જ દ્રવ્યજિનપદની પૂજ્યતાનું નિયામક છે. એકેન્દ્રિયવગેરે જીવો કે હાથમાં રહેલા પાણીના જીવોમાંથી કોઇ જીવપ્રત્યે એવું વિશેષજ્ઞાન થતું નથી – તેમના ભાવિના ભાવજિનપર્યાયનો બોધ નથી. તેથી તેઓ બધા દ્રવ્યજિનતરીકે આરાધ્ય બનતા નથી.
મરીચિને દ્રવ્ય જિન તરીકે વંદન શંકા - કોઇ વ્યક્તિવિશેષ અંગે “આ ભાવિમાં ભાવજિન થવાના છે એવું જ્ઞાન સંભવે ખરું? શું એવો કોઇ પ્રસંગ બન્યો છે કે જેમાં દૂરના ભાવિમાં જિન બનનારા તે જ્ઞાત દ્રવ્યજિન વંદનીય બન્યા હોય?
સમાધાનઃ- “આ જીવ ભાવિમાં તીર્થકર થનાર છે.” એવા જ્ઞાનપૂર્વક તે દ્રવ્યજિન જીવને વંદન કર્યાનો પ્રસંગ શાસ્ત્રના પાને નોંધાયો છે. જુઓ– આવશ્યક નિર્યુક્તિમાંભરત મરીચિને વંદન કરે છે એ પ્રસંગ આલેખાયો છે. (મરીચિ ભરત ચક્રવર્તીનો પુત્ર હતો. પોતાના દાદા કષભદેવ ભગવાનની સમવસરણની રિદ્ધિ જોઇ તે મરીચિ સંવેગ પામ્યો અને ભગવાન પાસે દીક્ષા લીધી. પછી તેણે અગ્યાર અંગનું જ્ઞાન મેળવ્યું. એકવાર મરીચિ ગ્રીષ્મ ઋતુના તાપથી ખિન્ન થયો અને શરીરના રાગે પરિષહને સહન ન કરી શક્યો. તેથી તે પોતાની મતિને અનુરૂપ પરિવ્રાજકનો વેશ રચી ભગવાનસાથે ફરવા લાગ્યો. વેશ. પરિવ્રાજકનો હોવા છતાં સમ્યત્વાદિ ગુણો દૃઢ હોવાથી મરીચિ પછી પણ સ્વાધ્યાયઆદિ યોગોમાં મસ્ત રહેતા હતા. એકવાર ભગવાન વિચરતા વિચરતા વિનીતામાં આવ્યા, ત્યાં સમવસરણ રચાયું. ભરત ચક્રવર્તી પ્રભુની દેશનામાં આવ્યા. ત્યાં ભારતને જિજ્ઞાસા થઇ કે ભવિષ્યમાં તીર્થંકર થાય તેવો કોઇ જીવ અહીં છે કે નહિ? બધી જિજ્ઞાસાને સંતોષવામાં સમર્થ ભગવાનને ભરતે પોતાની જિજ્ઞાસા કહી. ત્યારે) નાભિરાજાના પુત્ર ભગવાન ઋષભદેવે ચંદન જેવી શીતલ વાણી દ્વારા કહ્યું કે – “તારો પુત્ર અને હાલમાં પરિવ્રાજક બનેલો આ મરીચિ ભવિષ્યમાં આ જ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થકર થનાર છે. આ સાંભળી મરીચિના તેવા ભાવિ પર્યાયને જાણી પુલકિત થયેલા અને વિશિષ્ટ ભક્તિભાવના સ્થાન બનેલા ભારતચક્રવર્તી તરત જ સ્વાધ્યાય-ધ્યાનમાં પરાયણ મહાત્મા મરીચિપાસે જઇ એના દ્રવ્યજિનપર્યાયને આગળ કરી એને વંદન કર્યું. તે વખતે મરીચિ એમ ન માની બેસે કે પોતાના પરિવ્રાજકવેશઆદિ રૂપ ઔદયિક ભાવને ભરત વંદન કરે છે અને તેથી પરિવ્રાજકવેશ પૂજનીય છે. તેમાટે ભરત ચોખવટ કરતા કહે છે હું તારા આ પરિવ્રાજકપણાને વંદતો નથી. તેમ જ તારા જ આ જન્મને પણ મારા વંદન નથી. પરંતુ તું આ ચોવિશીમાં ચરમ તીર્થપતિ થવાનો છે. તેથી તેને
પ્રતિમાલોપકઃ- આ પ્રસંગ આવશ્યક નિર્યુક્તિમાં બતાવ્યો છે. સાક્ષાત્ સૂત્રમાં બતાવ્યો નથી. તેથી આ વાત યુક્તિ વિનાની છે. તેથી માત્ર સૂત્રને જ સ્વીકારતા અમને બતાવેલો આ પ્રસંગ માન્ય નથી. તેથી તેના આધારે દ્રવ્યજિનની વંદનીયતા પણ અમને સ્વીકૃત નથી.
સમાધાન - આ દુષ્ટ પાપિઇ(=ચૌદપૂર્વધર રચિત હોવાથી જ સૂત્રતુલ્ય જ પ્રમાણભૂત નિર્યુક્તિને અપ્રમાણભૂત ઠેરવવાની ચેષ્ટા કરનારો જિનવચનદ્રોહરૂપ મહત્તમ પાપ કરી રહ્યો છે. તેથી પાપિઇ છે.)ના મસ્તક(=દુબુદ્ધિ)પર શ્રી ઋષભદેવ