________________
મંત્રદિવાકર સાધુ મહાત્મા તેમના મનને ભાવ સમજી ગયા. તેમણે કહ્યું : “રાજન્ ! મંત્રારાધન એક એવી વસ્તુ છે. કે જેનાથી મનુષ્યના સર્વ મનોરથે ફળે છે.”
તો કૃપા કરીને મને એવું કોઈ મંત્ર આપે કે જેનું આરાધન કરવાથી મારા મનને મનોરથ તરત જ ફળે. ” મહારાણાએ સાધુમડાત્માને વિનયપૂર્વક પ્રાર્થના
કરી.
એટલે તે સાધુ મહાત્માએ તેમને શ્રી પાર્શ્વનાથ ભગવાનને એક મંત્ર આપ્યું અને તે શ્રીપાવતીયુક્ત શ્રી પાર્શ્વનાથની મૂર્તિ સામે બેસીને જપવાનું કહ્યું. તે અંગે બીજું પણ જે કંઈ વિધિ-વિધાન કરવાનું હતું, તેની સમજ આપી.
તે પરથી મહારાણા પ્રતાપ શ્રી નાગફણ પાર્શ્વનાથના તીર્થમાં ગયા કે જે મેવાડના ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે અને જ્યાં પદ્માવતીયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિ બિરાજે છે. ત્યાં મહારાણાએ અનન્ય ભાવે મંત્રની આરાધના કરી અને તે આરાધના પૂર્ણ થતાં જ તેને પ્રબળ પડશે ભામાશાહના હૃદયમાં પડયે. તેમની પાસે અઢળક ધન હતું, તે બધું તેમણે મહારાણાને સમર્પણ કરી દીધું અને આ ધનથી તમે મેવાડને પુનરુદ્ધાર કરે એવી વિનંતિ કરી. - મહારાણા પ્રતાપે એ ધનના બળથી લશ્કર એકઠું