________________
૨૧
મંત્રને અલૌકિક પ્રભાવ - પંડિતજીએ કહ્યું: “એમ શા માટે? તમે ખુશીથી ભજનની તૈયારી કરો. હમણાં સૂર્ય અસ્ત થશે નહિં. " રાજાને આ વચને આશ્ચર્યકારી લાગ્યા, છતાં તેમાં વિશ્વાસ રાખીને ભોજનની તૈયારી કરવા માંડી. આ બાજુ ચંડિતજીએ છેડે દુર એકાંત સ્થાનમાં જઈને શીર્ષાસન કર્યું અને મંત્રપાઠ ભણવા લાગ્યા. પરિણામે સૂર્ય અસ્ત થતો ન જ દેખાય. | રાજા ભોજનથી પરવારીને પંડિતજી પાસે આવે,
ત્યારે પંડિતજી મંત્રારાધનમાં લીન હતા. રાજાએ પ્રણામ કરીને કહ્યું: “જન સુખરૂપ થઈ ગયું છે. સૂર્ય હજી હવે અસ્ત થશે.” એટલે પંડિતજીએ મંત્રારાધનની પૂર્ણાહુતિ કરી અને ભેજન સમયસર થઈ જવા બદલ આનંદ વ્યક્ત કર્યો. પછી તરત જ સૂર્યને અસ્ત થતે જણાયે, પરંતુ વાસ્તવમાં તે એ વખતે રાત્રિને દોઢ કલાક જેટલે સમય - વ્યતીત થઈ ગયે હતે. - રાજાએ તેમની આ શક્તિથી પ્રભાવિત થઈને પાંચ ગામે ઈનામમાં આપ્યાં અને જે ગામમાં પંડિતજીએ ઊંધા મસ્તકે મંત્રારાધન કર્યું હતું, તેને “કપાલગાઢ” નામ આપ્યું. આજે તે કપાલગાર તરીકે ઓળખાય છે.
* આ ઘટના સેળમી સદીના અંતભાગની છે. આજે પણ એ પંડિતજીના વંશજો એ પાંચ ગામની જાગીર જોગવી રહ્યા છે.
-