________________
:૪૬
મત્રવિકર
કુંડલિની શક્તિ
ગુહ્ય દેશના છે આંગળ ઉપરના ભાગમાં તથા લિગમૂલથી બે આંગળ નીચેના ભાગમાં ચાર આંગળના વિસ્તારવાળુ મૂલાધારપદ્મ વિદ્યમાન છે. તેની વચ્ચે બ્રહ્મનાડીના મુખમાં સ્વયં ભૂલિંગ વિદ્યમાન છે. તેના ગાત્રમાં દક્ષિણાવથી સાડા ત્રણ આંટા લગાવીને કુંડિલની રહેલી છે. તેને કુલકુંડલિની કે કુંડલિની શક્તિ પણ કહે છે.
આ કુંડલિની શક્તિ જ નિત્યાનંદ્ય-સ્વરૂપ પરમ પ્રકૃતિ છે. તેને એ મુખ છે તથા તે વિદ્યુતપ્રવાહની જેમ અતિ સૂક્ષ્મ છે. યેાગાભ્યાસ દરમિયાન જ્યારે તેને ભાસ થાય છે, ત્યારે તે સર્પાકાર લાગે છે. નર–સુર-અસુર આદિ ખધા પ્રાણીએના શરીરમાં કુંડલિની શક્તિ વિરાજી રહી છે. કમલની વચ્ચે જે સ્થિતિ ભ્રમરની હાય છે, તે જ સ્થિતિ દેહની વચ્ચે કુંડલિની શક્તિની છે. તેની અંદર ચિત્રશક્તિ રહેલી છે.
7
કુંડલિની શક્તિ પ્રચંડ સ્ત્રવર્ણા, તેજ સ્વરૂપા તથા દીપ્તિમતી છે અને તે સત્ત્વ, રજસ તથા તમ એ ત્રણ ગુણાને જન્મ આપનારી બ્રહ્મશક્તિ છે. તેને વશમાં લાવવી, એ મુમુક્ષુઓનું પરમ કર્તવ્ય છે.
આ કુંડલિની શક્તિ જીવાત્માના પ્રારૂપ છે, પણ તે બ્રહ્મદ્વારને સુષુમ્હાદ્વારને રોકીને સૂતેલી છે,