________________
[૩૦] કેટલાક અદ્દભુત યંત્રો
- પૂર્વ ગ્રંથોના પર્યવેક્ષણ પરથી યંત્રોની આવશ્યકતા: -પાઠકના મન પર અંકિત થઈ હશે; છતાં જરૂર હોય તો મંત્રવિજ્ઞાનનું છવીસમું પ્રકરણ એકવાર ફરી વાંચી લેવું.
જેમ મંત્ર દ્વારા અનેક પ્રકારનાં કાર્યોની સિદ્ધિ.. થાય છે, તેમ યંત્ર દ્વારા પણ અનેક પ્રકારનાં કાર્યોની “ સિદ્ધિ થાય છે, અને કેટલીક વાર તો મંત્ર તથા યંત્ર અથવા યંત્ર તથા મંત્ર સાથે મળીને જ કાર્ય કરતા હોય છે; તેથી જ “જંતરમંતર એ શબ્દ પ્રચારમાં આવે છે.
યંત્રોની સંખ્યા ઘણી મોટી છે. તેનું વિસ્તારથી વર્ણન કરવું હોય તે એક દળદાર ગ્રંથ લખવાની જરૂર પડે, એટલે અહીં તે ચૂંટી કાઢેલા કેટલાક અદ્ભુત - યંત્રોને જ પરિચય આપીએ છીએ.
આ યંત્રોની શરૂઆત પંદરિયા યંત્રથી કરીશું, કારણ કે તે અતિ પ્રસિદ્ધ અને પ્રભાવશાળી યંત્ર છે.