Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 395
________________ પરિશિષ્ટ - ૩૬૧ . “તંત્ર” શબ્દને અથ . .. વાગમમાં તંત્ર શબ્દના અર્થને સ્પષ્ટ કરતાં ' જણાવ્યું છે કે જેના વડે. મંત્રના અર્થનું વિસ્તાર- પૂર્વક નિરૂપણ થાય અને મનુષ્યની ભયથી રક્ષા થાય તે તંત્ર છે. તેમાં જ તંત્રની તંત્રતા છે, એમ તંત્રશાસ્ત્રોના જાણકાર કહે છે. તેમજ તંત્ર શબ્દનો અર્થ - વ્યાપક રીતે વિચારીએ તે શાસ્ત્ર, સિદ્ધાંત, અનુષ્ઠાન અને - વિજ્ઞાન થાય છે. તેનું જ બીજું નામ છે –“આગમ.” તંત્ર અને આગમને પર્યાયવાચી કહી શકાય. આગમ શાસ્ત્ર તેને કહેવાય છે કે જેમાં ભોગ અને મેક્ષના ઉપાયે દર્શાવેલા હોય. - દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ વગેરેનું જેમાં ચિંતન હોય તથા પટેલ, પદ્ધતિ, કવચ, સહસ્ત્રનામ તથા સ્તોત્ર આ પાંચ અંગવાળી પૂજાનું જેમાં વિધાન હોય, તેને - તંત્રગ્રંથની સંજ્ઞા અપાય છે. તંત્રમાં પંચમકારાદિ અનેક શબ્દો એવા છે કે જેમનો અર્થ રહસ્યપૂર્ણ છે અને તે ગુરુગમ્ય છે. વામમાર્ગનું પણ રહસ્ય એવું જ છે. આવા શબ્દોને અનુલક્ષીને જ કતિપય જેને આ સાહિત્યની નિંદા કરવા માંડે છે, જે સર્વથા અનુચિત છે. તંત્ર-સાહિત્ય ઘણું પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. તેમાં ભારતીય વિભિન્ન સંપ્રદાયના ઉદયની સાથે જ ... सर्वेऽर्या येन तन्यन्ते, त्रायन्ते च भयाज्जनान् । इति तन्त्रस्य तन्त्रत्वं, तन्त्रता : परिचक्षते ॥

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418