________________
મંત્રદિવાકર શિષ્યએ પોતપોતાના કુલ મુજબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ રીતે બૌદ્ધતંત્ર-સાહિત્યના ગ્રંથે પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ થાય છે. તેઓનું અનુશીલન ભારતમાં વિસ્તાર પૂર્વક થાય તે વાંછનીય છે. અંગ્રેજીમાં કેટલીક સમાલે ચનાઓ પ્રકાશિત થઈ છે. અન્ય ભાષાઓમાં પણ તે સાહિત્ય પીરસવાનું દાયિત્વ વિદ્વાને ઉપર છે. આ ૬. જૈન તંત્ર
જૈન ધર્મના આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ જૈન તંત્રના મૂળ પ્રવર્તક મનાય છે. ઝાષભદેવના પુત્ર નમિને નાગરાજે આકાશગામિની વિદ્યા આપી હતી. તે જ રીતે ગંધર્વ અને પનગોને પણ નાગરાજે ૪૮ હજાર વિદ્યાએ આપી હતી. તેનું વર્ણન “વસુદેવહિડીનાં ચેથા લંબકમાં પ્રાપ્ત થાય છે. વિદ્યાઓના ધારક વિદ્યાધર હોય છે. દિગંબર ગ્રંથમાં ૫૦૦ મહાવિદ્યાઓ તથા ૭૦૦ વિદ્યા એનું વર્ણન છે. વેતાંબરના ગ્રંથ “સમવાયાંગમાં સ્પષ્ટ છે કે વિદ્યાનુવાદમાં ૧૫ વસ્તુઓ લેવાઈ અને જૈનાચાર્યોના ૪ કુલેમાં એક વિદ્યાધર કુલ હતું. વિદ્યાચરણ અને જંઘાચરણ મૂનિઓના ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. લબ્ધિ તપવડે પ્રાપ્ત થાય છે. સ્ત્રીદેવતાધિષિત વિદ્યા જપાદિસાધ્ય તથા. પુરુષદેવતાધિષિત મંત્ર પાઠસાધ્ય મનાયેલા છે. વસ્તુતઃ તંત્રસાહિત્યનું પ્રવર્તન તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથથી પ્રપુષ્ટપણે થયું એમ કહેવાય છે. નિશીથસૂત્ર અને કેટલાક અન્ય સૂત્રોમાં સર્વ પ્રથમ નમસ્કારમંત્ર અને તેની સાધના