________________
૩૭૪
મંત્રદિવાકર વતીકલ્પ, સૂરિમંત્રકલ્પ, અનપતાકા, નમસ્કાર-મંત્ર, મંત્રચિંતામણિ આદિ ગ્રંથે છપાઈને પ્રકાશમાં આવી ચૂક્યા છે. એક મહત્વપૂર્ણ ગ્રંથ “આર્ષવિદ્યાનુશાસન' છે. અને તે એકજ નામના ગ્રંથની રચના–ઈંદ્રનંદિ, મહિલપેણ, સુકુમારસેન, તથા મહિસાગર વગેરે ભિન્ન-ભિન્ન આચાર્યોએ કરી છે, એટલે એકજ નામવાળા કેટલાક ગ્રંથ પ્રાપ્ત થાય છે. મહિલષણ રચિત “વિદ્યાનુશાસન' એકઉત્તમ ગ્રંથ છે, તેની રચના ૧૧મા સૈકામાં થઈ છે. તેમાં ૨૪ અધિકાર છે અને તે પ્રાયઃ ૫૦૦૦ શ્લેક પ્રમાણને છે. તેમાં તંત્રશાસ્ત્રને લગતા બધા વિષયોને યથાવત સંગ્રહ થ છે. પંચનમસ્કાર અને પાર્શ્વનાથ ભગવાનની ઉપાસનાની સાથે જ જૈન ધર્મના અનેક દેવી-દેવતાઓની. ' આરાધના વિષે મંત્ર-યંત્ર અપાયા છે. જેનધર્મની વિશેષતાઓને ધ્યાનમાં રાખી મંત્રવ્યાકરણ મંત્રદોષવિચાર, મંત્રશુદ્ધિના ઉપાયે, સંતાનપ્રાપ્તિ, વંધ્યા દોષનિવારણું. ગર્ભધારણ, ગર્ભ રક્ષા, બાલગવિજ્ઞાન, ગર્ભ સ્થિતિકાળની ક્રમિકરક્ષા, સવિજ્ઞાન, વિષવિજ્ઞાન, નિધિગર્ભભૂપરીક્ષણ વગેરે વિષનો એકત્ર સંગ્રહ આ ગ્રંથની એક મહાન સંપદા છે. આ ગ્રંથનું પ્રકાશન અત્યારે અમદાવાદની એક સંસ્થાએ હાથમાં લીધું છે, તે પ્રસન્નતાની વાત છે. આજે પણ આવા અનેક ગ્રંથ તંત્રવિષયના ઉદભટ્ટ વિદ્વાને વડે લખાયેલા ભંડારેમાં છે, જેમનું સંપાદન અને પ્રકાશન અત્યાવશ્યક છે. સુજ્ઞજને આ વિષય ઉપર ધ્યાન આપી ભારતીય શાસ્ત્રસંપત્તિની રક્ષા કરે, એ જ શુભેચ્છા.. .