Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 397
________________ - તે પરિશિષ્ટ ૩ . પણ તેમાં સંમિલિત છે. ચર્ચા-વિભાગમાં ઉત્સવ, વ્રત. અને સામાજિક અનુષ્ઠાનનું વિવરણ છે. આ રીતે તંત્રગ્રંથની વિષયર્ગત વ્યાપકતા દર્શનીય છે. એટલું જ નહિ, એ ગ્રંથનું દાર્શનિક દૃષ્ટિએ અનુશીલન કરતાં ત્રણે. જાતના વિમાઁ પ્રતીત થાય છે. તેમાં ૧ દૈત-વિમર્શ,. ૨ અદ્વૈત-વિમર્શ તથા ૩ તાદ્વૈત-વિમર્શ દેવતા-ભેદથી. પણ તેના અનેક ભેદ છે, જેમાં વધારે પડતી ચર્ચા ૧ વૈણવતંત્ર, ૨ શેવતંત્ર, ૩ શાક્ત-તંત્ર, ૪ ગાણ. પર્યતંત્ર, પ બૌદ્ધ-તંત્ર અને જેન–તંત્ર ઉપર. કરવામાં આવી છે. અવાંતર ભેદપભેદેને લીધે ઉપર્યુક્ત. તંત્રોની પણ શાખા-પ્રશાખાઓ પ્રસરેલી છે. વ્યવહારમાં વૈષ્ણવ-તંત્રને “સંહિતા, શૈવતંત્રને “આગમતથા શાક્તતંત્રને “તંત્ર કહેવામાં આવે છે. તેથી જ. તંત્ર” શબ્દને અર્થ શાક્ત–આગમોની “સાધના–પદ્ધતિ એ પ્રચલિત છે. ૧. વેણુવતંત્ર “વૈષ્ણવ-તંત્રમાં પાંચરાત્રની પ્રમુખતા છે. પાંચરાત્ર સંહિતાઓની સૂચી પ્રમાણે તેના ગ્રંથની સંખ્યા. ૨૦૦ થી વધારે છે. તેમાં કેટલાક ગ્રંથ પ્રકટ પણ થયા. છે. પાંચરાત્ર ગ્રંથની રચનાનો કાળ પાંચમા સૈકાથી સળમાં સૈકા સુધી મનાય છે. આમાં મહત્વપૂર્ણ ગ્રંથ. અહિબુધન્ય–સંહિતા” છે. તેમાં નારદજી શિવને પ્રશ્નો કરે. છે અને શિવજી ઉત્તર આપે છે. ગ્રંથના વણ્યવિષમાં– ધર્મદર્શન, વર્ણાશ્રમ, અક્ષરની દાર્શનિક અભિવ્યક્તિ

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418