________________
૩૩૮
- મંત્રદિવાકર - રવિવારે પુષ્ય નક્ષત્ર હેય, શુક્રવારે રોહિણી નક્ષત્ર હિય, કૃષ્ણ પક્ષની આઠમે હસ્ત નક્ષત્ર હોય, ચૌદશે સ્વાતિ નક્ષત્ર હોય કે પુનમે શતભિષા નક્ષત્ર હોય, ત્યારે અર્ધરાત્રિના સમયે નિઃશંક થઈને ધૂપ-દીપ કરીને લાલ ચઠીનું મૂળ કાઢી લાવવું.
આ રીતે લાવેલા મૂળનો કે કે ઉપયોગ થાય છે? તે જણાવે છે:
જે કાહુ નર-નારી કું, વિષ કેઈક હોય; - વિષ ઉતરે સબ તુરત હી, જડી પિલાવે છે.
જે કઈને કઈ પ્રકારનું ઝેર ચડ્યું હોય તે આ જડને ઘેઈને–ઘસીને તેનું પાણી પીવડાવવું તેથી તરત ઝેર ઉતરી જશે.
તિલક લગાવે ભાલપર, સભા મધ્ય નર જાય; મન મિલે સબ સ્તુતિ કરે, સબહી પૂજે પાય. હાંજી હજી સબ કરે, જે વહ કહે સો સાચ; એક જડીકી જુગતિસે, સબી નચાવે નાચ.
જે આ જડી ઘસીને કપાળમાં તિલક કરીને રાજેસભામાં જાય તે બધા તેની સ્તુતિ કરે અને તેને માન આપે, એટલું જ નહિ પણ તે જે જે વાત કરે, તે બધાને સાચી લાગે. તે આ રીતે એક મૂળિયાની યુક્તિથી સહુને મનધાર્યો નાચ નચાવી શકે.