________________
૨૬o:
મંત્રદિવાકર તેનો સરદાર તરવાર ઉગામીને કહેવા લાગ્યા કે “તમારી. પાસે પૈસા–ટકા, સરસામાન જે કંઈ હોય, તે અમને ચૂપચાપ આપી દો ! નહિ તે માર્યા જશે.”
એ જ વખતે મહાત્માએ નજર ઊંચી કરીને છેડી વાર એકીટશે તેની સામે જોયું કે તેના હાથમાંથી તરવાર પડી ગઈ અને તે અત્યંત નમ્ર બનીને વંદન કરવા લાગ્યતેના સાથીઓને ખબર ન પડી કે એકાએક આમ શાથી થયું ? પણ પોતે જ સાથીઓને સંબોધીને કહ્યું : “આ મહાત્મા પાસેથી આપણે કંઈ જોઈતું નથી. તેમને માર્ગ ખુલે કરી દે. અને રસ્તે બીજા કોઈ તેમને સતાવે. નહિ, માટે અમુક અંતર સુધી બે જણ તેમની સાથે જાઓ.’
આપણે વ્યવહારમાં જોયું છે કે કેટલાંક કામ પત્રવ્યવહારથી પતતાં નથી, ટેલીફને કરીએ તે પણ પતતાં નથી, પરંતુ રૂબરૂ મળીએ અને ચાર આંખ ભેગી થાય. તો તરત પતી જાય છે. આનો અર્થ એ થયો કે આપણી આંખમાં એક પ્રકારની આકર્ષણશક્તિ રહેલી છે. અને.. તેને પ્રભાવ બીજા પર પડે છે. તેમાં ચે જેણે ત્રાટગ સિદ્ધ કર્યો હોય, તેની આંખમાં તે એ શક્તિનું પૂર વહે છે અને તે સામા માણસને અવશ્ય વશ કરી લે છે. - કેટલીક વ્યકિતઓ કે જેણે ત્રાટકગ સિદ્ધ કર્યો નથી, છતાં તેમની આંખેમાં આવી શક્તિ જોવામાં આવી