________________
વશીકરણ-તંત્ર
૨૬૨ છે, તે આપવાદિક ઘટના સમજવી. આવી વ્યક્તિ કેઈન સામે એકીટશે તાકી રહે તે તેને તરત અસર થાય છે. 'પ્રાચીન શામાં દષિવિષ સર્ષનું વર્ણન આવે છે. તે સર્પ એ હોય છે કે કોઈપણ પ્રાણ પર પિતાની દૃષ્ટિ સ્થિર કરતાં જ તેના પર કાતીલ ઝેરની અસર થવા માંડે છે અને તે મરણ પામે છે. શ્રમણ ભગવાન મહાવીરને આવા એક અતિ ભયંકર સપને ભેટે થયે હતું, પરંતુ તેઓ ગસિદ્ધ મહાપુરુષ હોવાથી તેની દષ્ટિનું ઝેર તેમને ચડ્યું ન હતું. એટલું જ નહિ પણ દંશ માર્યો, છતાં જે તે વિષની અસરથી મુક્ત રહ્યા હતા,
તે કહેવાનું તાત્પર્ય એ છે કે આંખમાં આકર્ષણ-વશીકરણની અદ્ભુત શક્તિ રહેલી છે.
ત્રાટકયેગ અહીં સ્વાભાવિક જ પ્રશ્ન થશે કે ત્રાટકગ શી વસ્તુ છે? અને તે શી રીતે સિદ્ધ થાય છે? એટલે તે અંગે કેટલેક ખુલાસે કરીશું.
શોમાં કહ્યું છે કે -
આંખના પલકારા માર્યા વિના સૂમ લક્ષ્ય તરફ એકીટશે ત્યાં સુધી જોયા કરવું કે જ્યારે આંખમાંથી આંસુ પડવા માંડે. આ ક્રિયાને વિદ્વાનોએ ત્રાટક કહી છે.”
આનો સામાન્ય વિધિ એ છે કે એક જાડા સફેદ