________________
[૨૮]
ભૂત-પ્રેતાદિને લગતા મંત્ર
જે જીવની સંસારમાં તીવ્ર વાસના રહી જાય છે, તે મૃત્યુ બાદ ભૂત-પ્રેત વગેરે રૂપે આ દુનિયામાં ફરતા રહે છે અને લાગ મળતાં કેઈ સ્ત્રી કે પુરુષના શરીરમાં દાખલ થઈ વિવિધ પ્રકારે પિતાની વાસનાની તૃપિત કરે છે.
આ ભૂત-પ્રેત વગેરેને જે વશ કરવામાં આવે તે તે મનમાન્યું કામ કરી આપે છે. સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કર્યો હતે, તે તેણે તેમનું ચીધેલું અનેક પ્રકારનું કાર્ય કર્યું હતું અને તેની યશકલગીમાં વધારે કર્યો હતો. આવા બીજા પણ અનેક દાખલાઓ છે, પરંતુ ભૂત–પ્રેતની સાથે કામ લેતાં પહેલાં સાધકે ખૂબ ખૂબ વિચાર કરવો જોઈએ અને કઈ અનુભવીનું માર્ગદર્શન મળે તે જ તે માર્ગે આગળ વધવું જોઈએ. અન્યથા પાગલ થઈ જવાનો કે પ્રાણહાનિ થવાનો પણ સંભવ છે.