________________
વશીકરણ તંત્ર
૨૫ હાથ ખુલ્લું રાખીએ, એટલે કે તેના વડે યથાશક્તિ દાન દેતાં જ રહીએ તે કેમે કેમે બધું જગત્ વશ થાય છે.”
આટલું પ્રાસંગિક કહ્યા પછી હવે વશીકરણની પ્રક્રિયા પર આવીએ. જે વ્યક્તિ વશીકરણમાં પ્રવીણ થવા ઈચ્છતી હોય, તેણે સહુથી પ્રથમ ત્રાટક્યોગને સિદ્ધ કરી લેવો જોઈએ. કારણ કે તેથી મનુષ્ય તથા પશુ-પક્ષી વગેરે પર ધારી અસર પાડી શકાય છે અને વશીકરણનું કામ ઘણું સરલ બની જાય છે. • * એક મહાત્મા પિતાના શિષ્ય સાથે જંગલમાં જતા હતા. ત્યાં એક વિકરાળ વાઘ સામે મળે. શિષ્ય તે માન્યું કે હવે આપણાં સો વર્ષ પૂરાં થઈ ગયાં, પણ ગુરુજી એમ ગભરાય એવા ન હતા. તેમણે જરા પણ ભય પામ્યા વિના વાઘની સામે નજર માંડી, એટલે કે તેની નેત્રતિ સાથે પિતાની નેત્રાતિ મેળવી અને ત્યાં ચમત્કાર ખડો થઈ ગયો. જે વાઘ છલંગે મારતે આ તરફ આવી રહ્યો હતો, તે સ્થિર થઈ ગયે અને આગળ એક પણ ડગલું માંડી ન શકે. ગુરુજીએ ત્રાટકચોગ સિદ્ધ કરેલ હરે, એટલે તેમની આંખમાં એક પ્રકારની અજબ વશીકરણશક્તિ આવી ગઈ હતી અને તેણે આ ખતરનાક પ્રસંગે બરાબર કામ આપ્યું હતું. - જે વસ્તુસ્થિતિ વાઘના પ્રસંગમાં બની, તેજ વસ્તુ સ્થિતિ માણસોના સંબંધમાં પણ બને છે. એક મહાત્મા માનસરોવર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં લૂંટારા મળ્યા.