________________
કણપિશાચિની-તંત્ર
ર૬૭ દેખાઈ, એટલે તેણે કહ્યું: “હાલ જવું રહેવા દે. પછી જજે.”
- પિલા મહાશયે કહ્યું : “પરંતુ મારે આજે ગયા. વિના ચાલે તેમ નથી. જઉં તે શું વાંધો છે?'
મંત્રસાધકે કહ્યું: “મને એમ લાગે છે કે જવું ઠીક નથી અને તમે જઈ શકશે પણ નહિ.”
- છતાં પિલા મહાનુભાવે મુંબઈ જવાની તૈયારી કરી. અને તેઓ સ્ટેશને પહોંચ્યા, ત્યાં તેની વખારમાં એકાએક આગ લાગી અને એક માણસે દોડતાં જઈને તેને સ્ટેશને. ખબર આપી. હજી ગાડી ઉપડી ન હતી, એટલે તેઓ પાછા આવ્યા અને આગ ઓલવવાના કાર્યમાં રોકાયા.
પછી બીજા દિવસે તેઓ મંત્રસાધકને મળ્યા અને કહ્યું કે “તમારી વાત અજબ રીતે સાચી પડી છે. પણ. તમને એમ શાથી ખબર પડી કે આજ જવા જેવું નથી. અને હું જઈ શકીશ નહિ?” મંત્રસાધકે કહ્યું: “મને ધ્યાન ધરતાં જ અગ્નિના ભડકા દેખાયા હતા, એટલે થયું કે આજે જરૂર તમારા કઈ પણ મકાનને આગ લાગશે, એટલે તમારે બહારગામ જવું ઠીક નથી. વળી બીજી ફુરણા એવી પણ થઈ કે “તમે જોઈ શકશે નહિ.” એટલે. મેં તમને એ પ્રમાણે જણાવ્યું હતું.
સ્વ. જૈન મુનિશ્રી મોહનલાલજી મહારાજ એગ: અને મંત્રવિદ્યામાં નિષ્ણાત હતા. તેમણે એક વખત.