________________
“૧૨૪
મંત્રદિવાકર
કે શબ્દયુક્ત ચેટ લગાવવી, તેને અસ્ત્રમુદ્રા કહે છે. “ગણાય ” એમ બોલવું હોય ત્યારે આ મુદ્રા કરવામાં આવે છે.
(૪૧૪) દેવેપાસનાની નવ મુદ્રાઓ – દેવપાસના સમયે આવાહન, સંનિધાપન, સંસ્થાપન આદિ કરવામાં આવે છે, તે દરેકની ખાસ મુદ્રા હેાય છે. જેમ કે બંને હાથની અનામિકાના મૂળમાં અંગૂઠા મેળવેલી અંજલિને બે વાર ઊંચી કરીને નીચે લાવવાથી આવાકહની મુદ્રા અને તેને ઉલટી કરી નાખવાથી સ્થાપના
સુદ્રા થાય છે. - બંને હાથની મૂઠીઓ મેળવીને અંગૂઠા સીધા કરવાથી સંનિધાની મુદ્રા અને બંને હાથની મૂઠીઓમાં અંગૂઠા દબાવવાથી સન્નિધિની મુદ્રા થાય છે.
બંને મૂઠીઓ ઊંચી કરવાથી સમ્મુખીકરણ મુદ્રા અને ડાબા હાથની તર્જનીને ઉલટી તથા જમણા હાથની તર્જનીને સુલટી રાખી અધોમુખ ફેરવવાથી અવગુંઠનીમુદ્રા થાય છે.
બંને હથેળીઓને મેળવીને જમણી અનામિકાને ડાબી કનિષ્ઠિકાથી અને ડાબી અનામિકાને જમણું કનિષ્ઠિકાથી. તેમ જ જમણી મધ્યમાને ડાબી તર્જની અને ડાબી -મધ્યમાને જમણું તર્જનીથી મેળવતાં અર્થાત્ તે આંગળીઓને ઉલટી- સુલટી-સીધી મેળવતાં ધેનુ મુદ્રા બને છે. તેને