________________
૨૪૦
મંત્રદિવાકર આપનારી મારા અજ્ઞાન વડે ઉત્પન્ન અજ્ઞાનને વિવંસ કર! હે પૂજનીય ! તું ગી: ગીઃ વાફ અને ભારતી નામવાળી છે, તું કવિઓની જીભ ઉપર વિરાજમાન છે.. સિદ્ધિ આપનારી છે તથા સિદ્ધ પુરુષે વડે સેવનીય છે.૪.
“ ” આવા શક્તિબીજવાળી, બ્રહ્મજીના મુખ-કમળની આકૃતિવાળી, રૂપવતી, રૂપવગરની હોવા છતાં પ્રકાશમાન, સકલગુણસંપન્ન, નિગુણું–ત્રિગુણાતીત, નિર્વિકલ્પ, સ્થૂલ અને સૂક્રમ એવા ભેદેથી રહિત. હોવાને લીધે તારો વૈભવ કેટલું છે? તેનું અનુમાન ન કરી શકાય તેવી, જયવિજ્ઞાન વડે તુષ્ટ થનારી, વિશ્વરૂપ, વિશ્વમાં વિરાજમાન, ઉત્તમ દેવે વડે વંદિત, નિષ્કલ. અને નિત્યશુદ્ધ (એવી હે સરસ્વતી દેવી ! તને મારા નમસ્કાર હે.) પ.
શ્રી શ્રી શ્રી આવા બીજવાળી હે સરસ્વતી દેવી ! હું તારી સ્તુતિ કરું છું. તું મારી જીભને કદી ત્યાગ ન કર ! (તારી કૃપાથી) મારી બુદ્ધિ કદીયે. વિરુદ્ધ ન થાય અને વિપત્તિના સમયમાં પણ મારી બુદ્ધિ વ્યાકુળ ન બને. તેમજ શાસ્ત્રમાં, વાદમાં અને કવિત્વમાં મારી બુદ્ધિ પ્રસારને પામે તથા કઈ પણ. સ્થળે કુઠિત ન થાય. ૬.
આ ઉપર કહેલા પ્રમુખ પદ્યો વડે જે મનુષ્ય. ભક્તિપૂર્વક, નમ્રભાવે, પ્રાતઃકાળમાં પ્રતિદિન સરસ્વતીદેવીની સ્તુતિ કરે છે, તેના વભવનું વર્ણન બૃહસ્પતિ પણ કરી શકે નહિ. તે વાયતના અર્થને જાણકાર