________________
૨૫૬
મંત્રદિવાકર જે મનુષ્ય અઘેડો, ભાંગરે, લાજવંતી અને સહદેવી એ બધાને વાટીને તેના રસથી તિલક કરે તે ત્રણે ય. લેકને મોહિત કરી શકે છે.”
श्वेत दूर्वा गृहीत्वा तु, हरिताल च पेषयेत् । कृतं तु तिलकं भाले, दर्शनान्मोहकारकम् ।
ધળી ઘોને હરતાલમાં મેળવીને વાટે અને તેનું તિલક કપાળે કરે તે તેનાં દર્શન માત્રથી લેકે માહિત થાય છે.
बिल्वपत्रं गृहीत्वा तु, छायाशुष्कन्तु कारयेत् । कपिलापयसा युक्तं, वटीं कृत्वा तु गोलकम् ।। एभिस्तु तिलकं कृत्वा, मोहयेतू सर्वतो जगत् ॥
બીલીપત્ર લઈને છાયામાં સૂકવી લેવા અને તેને કપિલા ગાયના દૂધમાં વાટીને તેની ગોળી બનાવવી. તે ગોળીથી કરેલું તિલક સર્વ જગને મેહિત કરે છે.”
मंत्र- ॐ उड्डामरेश्चराय सर्वजगन्मोहनाय अं आँ ई ई उ ऊ ऋ ऋ हूं फट् स्वाहा ।
પ્રથમ આ મંત્રને એક લાખ જપ કરી તેને સિદ્ધ કરવું. પછી તેનાથી સાત વાર અભિમંત્રિત કરીને ઉપર જણાવેલી વસ્તુઓનું તિલક કરવાથી મેહન અવશ્ય થાય છે.
કામાખ્યાતંત્ર વગેરેમાં પણ સંમોહનને લગતા. કેટલાક પ્રગ આપેલા છે, પણ તે લગભગ આને મળતા જ છે, એટલે અહીં તેને સ્વતંત્ર નિર્દેશ કરતા નથી.