________________
૨૩૮
મંત્રદિવાકર " વિનિયોગ અને ન્યાસ બેલ્યા પછી જે પાઠ બેલાય છે, તેનો અર્થ આ પ્રમાણે સમજે
વેત (નિર્મળ તેને રૂપ) અંગવાળી, બ્રહ્મચિંતનમાં સારભૂત, આદ્યા શક્તિ, જગતમાં વ્યાપ્ત, વીણા તથા પુસ્તકને ધારણ કરનારી, અભય આપનારી, અજ્ઞાનરૂપી અંધકારને - નાશ કરનારી, હાથમાં સ્ફટિકની માળા ધારણ કરનારી અને પદ્માસન ઉપર વિરાજમાન એવી બુદ્ધિ આપનાર, પરમેશ્વરી ભગવતી શારદાદેવીને હું વંદન કરું છું.
જે કુંદપુષ્પ, ચંદ્રમા, તુષાર (બરફ) અને મુક્તા-હારના જેવી વેત વર્ણવાળી છે, જે તેત વચ્ચે વડે અલંકૃત છે, જેને હાથ વણાના ઉત્તમ દંડથી મંડિત છે, જે શ્વેત કમળ ઉપર વિરાજમાન છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે દેવે વડે સદા–વંદિત છે, તે સમસ્ત અજ્ઞાનને હરનારી ભગવતી સરસ્વતી દેવી મારી રક્ષા કરો !
સ્તોત્ર
- “ફ્રી ફ્રી' એવા ઉત્તમ એક બીજસ્વરૂપ, ચંદ્રની કાંતિવાળી, કમલા, કલ્પવૃક્ષની જેમ સ્પષ્ટ શોભાવાળી, ભવ્યરૂપ, ભાવિકજને માટે અનુકૂળ, ઉત્તમ બુદ્ધિ અને વર આપનાર, સમસ્ત જગત્ વડે વન્દનીય ચરણકમળવાળી, -લક્ષમી સ્વરૂપ, કમળ ઉપર વિરાજમાન, પ્રણામ કરનારા -માનનાં મનને આનંદ પમાડનારી, વિકસિત જ્ઞાનનાં