________________
આકર્ષણતંત્ર
- ૨૪૩ ઉચ્ચાટનકર્મ કહેવાય છે; અને જેના દ્વારા જીવનું મરણ નીપજે મૃત્યુ થાય, તેને મારણકેમ કહેવાય છે. મંત્રવિદ્યામાં આ પર્કમની મુખ્યતા છે. . આમાંનું પ્રથમ કર્મ સૌમ્ય છે, એટલે તે દરેકે કરવા જેવું છે; બીજું કર્મ કથંચિત્ સૌમ્ય અને ચિત ઉઝ છે, એટલે સમજી-વિચારીને કરવા જેવું છે, એને ત્રીજું, ચેઠું, પાંચમું તથા છઠું કર્મ ઉઝ છે, એટલે અનિવાર્ય સંગે ઉત્પન્ન થયા વિના કરવા જેવું નથી. સામાન્ય મનુષ્યએ તો એનાથી દૂર જ રહેવું, એ અમારે અંગત અભિપ્રાય છે. - આ ષટ્કર્મની ઉપગિતા તથા તેમાં રાખવા જોઈતા વિવેક અંગે અમે મંત્રવિજ્ઞાનના તેત્રીશમા પ્રકરણમાં વિસ્તારથી ચર્ચા કરી છે, તે પાઠકેએ એકવાર અવશ્ય જોઈ જવી.
વશ્યકર્મમાં આકર્ષણ, મેહન તથા વશીકરણ એ ત્રણ વસ્તુઓને સમાવેશ થાય છે. તે પૈકી અહીં આકર્ષણ અંગે કેટલુંક વિવેચન કરવામાં આવ્યું છે..
કોઈ પણ વ્યક્તિને નિર્દિષ્ટ સ્થાન તરફ આકર્ષવીખેંચવી, તેને “આકર્ષણ કહેવાય છે અથવા કઈ પણ વ્યક્તિનું આપણા તરફ આકર્ષણ થાય, એટલે કે તે આપણને ખૂબજ ચાહેમાન આપે, તેને પણ આકર્ષણ જ સમજવું.