________________
૧૭૬
મંત્રદિવાકર કઈ વ્યાધિઓ શરીરમાં રહી શકતા નથી, રહ્યા હોય તે વિનાશ પામે છે અને સંપૂર્ણ આરોગ્ય તથા દર્શાયુષ્ય પામી શકાય છે.
(૭) તે પછી નીચે એલેક બેલ - आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने । जन्मान्तरसहस्रेषु दारिद्र नोपजायते ॥३॥
જેઓ પ્રતિદિન આદિત્યને–સૂર્યને આ રીતે નમ:-- સ્કાર કરે છે, તેમને હજારો જન્મમાં પણ દારિદ્ય પ્રાપ્ત થતું નથી.”
આ તે બહુ મોટી વાત થઈ. મનુષ્યને સંપૂર્ણ આરોગ્ય મળે, દીર્ધાયુ પ્રાપ્ત થાય અને તેને કદી દ્રવ્યની- ". ધનની ખોટ પડે નહિ, પછી જીવન અત્યંત સુખી થવામાં. શું બાકી રહે ?
અહીં એ સ્પષ્ટતા પણ જરૂરી છે કે સૂર્ય એ સર્વે ગ્રહોનો રાજા છે તથા સમસ્ત જીવસૃષ્ટિનો પ્રાણદાતા છે. તેથી અતિ પ્રાચીન કાળથી આજ સુધી તેની ઉપાસના વિવિધ રીતે થતી આવી છે. શાસ્ત્રમાં તેને ઘણો. વિસ્તાર છે, પણ આધુનિક મનુષ્યને અનુકૂળ પડે, તેવી. આ એક નાનકડી ઉપાસના જ અહીં રજૂ કરવામાં આવી. છે. આ ઉપાસના સરલતાથી થઈ શકે એવી છે અને તેમાં કઈ જાતનો ખર્ચ નથી. વળી તેનું પરિણામ છેડા જ વખતમાં દષ્ટિગોચર થાય છે, એટલે સુજ્ઞજનોએ તેને અવશ્ય લાભ લે.