________________
ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગ
૨૧, “મનુષ્યમાં શીલ, ક્ષમા, નમ્રતા આદિ વિવિધ પ્રકારના ગુણે હૈિય, વિપુલ જ્ઞાન હોય, પણ ધનને નાશ થાય, તે એ બધું વ્યર્થ બની જાય છે.': ':
- ધનપ્રાપ્તિના અનેક માર્ગો છે, તે મનુષ્ય પ્રામાણિક પણે અજમાવવા જોઈએ. નશીબની પરીક્ષા પણ પુરુષાર્થ અજમાવ્યા વિના થઈ શકતી નથી. પ્રશ્ન એ રહ્યો કે વિવિધ પ્રયાસ–પ્રયત્નો કરવા છતાં ધન મળતું ન હોય કે પૂરતું મળતું ન હોય તે શું કરવું? તેને ઉત્તર એ છે કે આવા વખતે દૈવી સહાય મેળવવી જોઈએ અને તે મંત્ર-ચંદ્રાદિની યથાવિધિ ઉપાસનાથી મળી રહે છે. '
-
*
*
*
*
*
* *
અહીં એ પણ જણાવી દઈએ કે ધનપ્રાપ્તિ માટે માંત્રિક પ્રાગે ઈચ્છનારા મહાનુભાવે આર્થિક સંકટથી એટલા અકળાઈ ગયા હોય છે કે તેઓ તે મંત્રના વિધિવિધાન તથા નિયમાદિ સમજવા જેટલું ધેય પણ દાખવી શકતા નથી. તેઓ તે એમ જ ઈચ્છે છે કે અમે જલદી જલ્દી મંત્રજપ કરી લઈએ અને અમને જલ્દી ધન મળી જાય. પરંતુ મંત્રોનું અનુષ્ઠાન તેના વિધિ-વિધાન મુજબ થાય તે જ ફલદાયી થાય છે, એટલે કે તેમાં કઈ
પ્રકારની ગફલત કે ગરબડ ચાલી શકતી નથી. અહીં જે * પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે, તે શ્રદ્ધા, શુદ્ધિ અને
વિધિપૂર્વક કરવાથી અવશ્ય ફલદાયી થશે.'