________________
[૨૦] . બુદ્ધિ-સ્મૃતિ વધારનારું અદ્ભુત સ્તોત્ર
' એ ઉક્તિ સત્ય જ છે કે “માર મારતી મતિ, વાધિષ્ઠાવતા” આ ભારત દેશમાં વાણની અધિષ્ઠાયિકા દેવી તરીકે ભારતી એટલે સરસ્વતી વિરાજી રહી છે. તેની ભક્તિભાવે પૂજા, પ્રાર્થના તથા ઉપાસના કરતાં મતિમાંદ્ય દૂર થાય છે, બુદ્ધિ સુધરે છે, સ્મૃતિ–સ્મરણ– શક્તિ સતેજ થાય છે અને પ્રતિભાશક્તિ ઝળહળી ઊઠે છે. પરિણમે લેખન, વસ્તૃત્વ કે કાવ્યસર્જનમાં કુશલતા સાંપડે છે અને અને યશ પ્રાપ્ત થાય છે. જે કવિઓ, વિદ્વાન, પંડિતે સાહિત્યક્ષેત્રમાં અક્ષય કીતિ પામી ગયા, તેમણે સરસ્વતીને પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો, એ માન્યતામાં ઘણું વજુદ છે. આજે પણ સરસ્વતીને પ્રસાદ પ્રાપ્ત કરનારા, સાહિત્ય, શિક્ષણ, ધર્મપ્રચાર, રાજકીય ક્ષેત્ર વગેરેમાં ઝળકતી કારકીર્દિ કામ કરી પિતાનું નામ રેશન કરી શકે છે. . . . .