________________
૨૨૮
મંત્રદિવાકર આ ઉપરાંત અહીં બીજા બે પ્રયોગો પણ પ્રાસંગિક જાણીને લખીએ છીએ.
બિલીના વૃક્ષની ઉપરના બાંધા ઉપર ઉગેલાં પાંચ પાંદડાં મૃગશીર્ષ નક્ષત્રમાં વિધિપૂર્વક લાવવાં. તેમાંનાં અઢી પાંદડાં લઈને તેના પર ગોરોચનથી “શ્રી રામ એ. ત્રણ અક્ષરો લખવા. પછી જે સ્ત્રીને સંતાન થતાં ન હોય તેને નાતજ્ઞાતા થયા પછી ચોથા દિવસે તે પાંદડાં ખવડાવી દેવાં, એટલે તે ગર્ભધારણ કરશે.
પુષ્ય નક્ષત્રના દિવસે જાસુદનું મૂળ વિધિપૂર્વક કાઢી લાવવું અને તેને પતિએ પિતાના હાથે વાટવું. પછી રજસ્વલા સ્ત્રીને ચોથા દિવસે ખવડાવવું. આ. પ્રમાણે પાંચ વખત કાતુસ્નાતા થયા પછી ખવડાવવાથી તે સ્ત્રીને સંતાન થાય છે.
૩-મૃતવત્સાદોષશાંતિ મંત્રવિદ્યામાં કહ્યું છે કે – भूर्जपत्रे समालिख्य, रोचना कुंकुमेन च । कण्ठे वा वामबाहौ च, धृत्वा गर्भवती सती ॥ मृतवत्सादोषहीना, भवेच्चैव न संशय : ॥
ભેજપત્ર પર ગોરોચન અથવા કુંકુમથી નીચેનો. યંત્ર લખીને કંઠ અથવા ડાબા હાથે ધારણ કરવાથી મૃતવત્સાદિષની શાંતિ થાય છે, એટલે કે તે સ્ત્રીને મરેલો બાળક અવતરતાં નથી.
!