________________
રેગનિવારક મંત્રપ્રયોગો
૧૯૩ અનુભવી પુરુએ કહ્યું છે કે – પ્રભુ નામકી ઔષધિ, ખરી ખાંતસું ખાય,
રેગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મીટ જાય * જે વ્યક્તિઓ ખરી ખંતથી એટલે હૃદયના ઉલ્લાસપૂર્વક, પ્રભુના નામરૂપી ઔષધિનું સેવન કરે છે, અર્થાત્ તેમને નામમંત્ર જપ્યા કરે છે, તેમને કઈ રેગ થતું નથી કે કોઈ પ્રકારની પીડા ભોગવવી પડતી નથી. વળી ગમે તે કારણે કોઈ સંકટ આવી પડ્યું હોય તે તે દૂર થઈ જાય છે. નામમંત્ર આ કે મોટો મહિમા! પણ તેનું આલંબન આપણે કેટલું લઈએ છીએ, તે વિચારવા જેવું છે. વીશ કલાકમાંથી નામમંત્રના રટણ માટે કેટલા કલાક? કેટલી મીનીટ?
- અમે અહીં ભારપૂર્વક એટલું કહેવા ઈચ્છીએ છીએ , કે રેગ–આતંક-વ્યાધિની પકડમાંથી છૂટવું હોય તે સહુ પ્રથમ આ પ્રોગ અજમાવવા જેવું છે.
પ્રભુ-ઈશ-ઈશ્વરના નામે અનેક છે. તેમાંથી જે નામ વધારે પ્યારું હોય તેનું રટણ કરવું. આ રટણ અમુક જ વખતે થાય, એવું નથી. એ સવારે, બપોરે, સાંજે, દિવસના કેઈપણ ભાગમાં તથા રાત્રિએ, અર્ધ રાત્રિએ કે રાત્રિના કેઈ પણ ભાગમાં થઈ શકે છે. તેમાં જોવાનું એટલું જ કે તે પરમ વિશ્વાસપૂર્વક લેવું જોઈએ અને ડી વાર તેની ધૂન બરાબર લગાવવી જોઈએ.