________________
૧૭૮
મંત્રદિવાકર અન્ય શબ્દોમાં કહીએ તે આપણે કુદરતના કાનુનનું ઘણું ઉલ્લંઘન કરી રહ્યા છીએ અને પરિણામે શગને પ્રતિકાર કરવાની જે શક્તિ આપણામાં હોવી જોઈએ, તે ઘણા અંશે ગુમાવી દીધી છે.
તાત્પર્ય કે જેમણે રોગનું નિવારણ કરવું હોય, તેમણે સહુથી પહેલાં પિતાના આહાર અને વિહારમાં ચગ્ય સુધારો કરે જોઈએ અને પછી જ બીજા ઉપાસે કામે લગાડવા જોઈએ, તે તે કારગત થવા સંભવ છે.
એક વાર એક શ્રીમંત અમારી પાસે આવ્યા અને તબિયત તપાસવાનું કહ્યું. અમે તબિયત તપાસીને જણાવ્યું કે “તમને મીઠી પેશાબનો રોગ લાગુ પડે છે. સાકર (Sugar) સારા પ્રમાણમાં જતી હોવી જોઈએ. તેમણે કહ્યું: “વાત સાચી છે. હું તેનો ઉપાય કરાવવા જ તમારી પાસે આવ્યો છું;
અમે કહ્યું: “ડોકટરની પાસે ઉપાય કરાવ્યો છે ખરે?”
તેમણે કહ્યું: “ડોકટરો તે ઘણા પકડડ્યા, પણ બધા મીઠાઈ, બટાટા અને સાકર બંધ કરવાનું કહે છે." તે મારાથી બનવું મુશ્કેલ છે. તમે ગમે તેટલી કિંમતી દવા અપવી હોય તે આપ, પણ એક જ શરત કે આ વસ્તુઓ છેડવાનું કહેશે નહિ.'
અમે કહ્યું: “આ રોગમાં પરેજ પહેલી છે અને