________________
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
૧૬ | અમારા ચિત્તની શાંતિ ચોરી લીધી છે. આજે અમે ગમે
તેટલું સારું ખાઈએ—પીઈએ છીએ, આલિશાન બંગલાઓમાં રહીએ છીએ અને સુંદર મોટામાં ફરીએ છીએ, પણ તેમાં અમને કંઈ આનંદ આવતો નથી, કારણ કે અમારા મનમાં શાંતિ નથી. તમે ભારતવર્ષના લોકેએ ચિત્તની શાંતિ માટે પેગ, મંત્ર વગેરેની જે શેધ કરી છે, તે માનવજાતિ માટે બહ મહત્ત્વની છે. ભલા થઈને અમને તેનું રહસ્ય સમજાવે. અમે તમારે આભાર કદી નહિ ભૂલીએ.”
' “અબજપતિ થઈને ચિત્તભ્રમના રેગી થવું એ ઠીક કે સામાન્ય સ્થિતિમાં ચિત્તની શાંતિ-સ્વસ્થતા–પ્રસન્નતા પૂર્વક જીવન વ્યતીત કરવું એ ઠીક? ” અમને ખાતરી છે કે સુજ્ઞજને આ પ્રશ્નનો ઉત્તર બીજ વિકપમાં જ આપશે.
' એક વાર એક મહાશયે અમને કહ્યું કે “હાલ મારા મનમાં ઘણું અશાંતિ છે. કેઈ વાતમાં આનંદ આવતો નથી. મોટા ભાગે ઉદાસીનતા જ રહે છે અને કેઈ કામમાં મનને પરોવવાનો પ્રયત્ન કરું છું કે તરત વિકપ થવા: લાગે છે. આ સ્થિતિનું નિવારણ કરવા માટે મને કોઈ ઉપાય બતાવે.”,
- અમે કહ્યું: “ઉપાય તે તૈયાર છે, પણ તે તમે ' કરશો ખરા ને?”
૧૧