________________
[૧૫] નિત્ય નીરોગી રહેવાનું સાધન
શરીર નીરોગી—સ્વસ્થ-તંદુરસ્ત ન હોય તે શારીરિક, માનસિક કે આધ્યાત્મિક કઈ પણ ક્રિયા તેના યથાર્થ -સ્વરૂપે થઈ શકતી નથી. આજે માથું દુખ્યું, કાલે પેટ દુખ્યું, પરમ દિવસે આંખ કે કાનને વારે આવ્યા, આવા રેગિયા મનુષ્યમાં શરીરની ખડતલતા, માનસિક સ્કૃતિ કે અધ્યાત્મનો પ્રસાદ ક્યાંથી હોય ?
આપણું શરીર પહેલવાન કે મજૂરો જેવું ખડતલ ન હોય તે ચાલે, પણ તે સંપૂર્ણ તંદુરસ્ત–નીરોગી તે જોઈએ જ. કેટલાક વૈરાગ્યપ્રધાન સાહિત્ય વાંચીને કે ઉપદેશ સાંભળીને શરીર પરની મમતા–માયા ઉતારવાને બદલે શરીરની તંદુરસ્તી તરફ બેદરકાર રહેવા લાગે છે અને પિતે કઈ ધાર્મિક-આધ્યામિક આચરણ કરી રહ્યા હોય,
એ ભ્રમપૂર્ણ સંતોષ સેવે છે, પણ થોડા જ વખતમાં તેમને તેનાં માઠાં પરિણામે ભેગવવાં પડે છે.