________________
મંત્રદિવાકર તેમણે કહ્યું : “અલબત્ત, આ સ્થિતિમાંથી હું વહેલામાં વહેલી તકે મુક્ત થવા માગું છું; પણ હાલ ગજવું વધારે ભાર સહન કરી શકે એમ નથી.”
અમે કહ્યું : “તેની ફિકર ન કરો. અમે તમને કઈ ખર્ચાળ અનુષ્ઠાન બતાવવા ઈચ્છતા નથી, પરંતુ એક બીનખર્ચાળ શાંતિદાયક સિદ્ધ પ્રયુગ છે, તે જ બતાવવા ઈચ્છીએ છીએ.”
તેમણે કહ્યું: “તે મારું અહોભાગ્ય ! હું આપને ઉપકાર કદી નહિ ભૂલું. એ પ્રયોગ મને જરૂર બતાવો.”
અમે કહ્યું : “પરંતુ આ પ્રયોગમાં એક શરત છે અને તેનું તમારે અવશ્ય પાલન કરવું પડશે.”
અહીં તેઓ કંઈક ખચકાયા, પણ તરત સ્વસ્થ બનીને પૂછવા લાગ્યા : “એ પ્રગમાં શી શરત છે?”
અમે કહ્યું : “અનન્ય શ્રદ્ધાનું પાલન. જે તમે અનન્ય શ્રદ્ધા રાખીને અમારે બતાવેલે આ પ્રયોગ નિત્યનિયમિત કરશે, તે તમારી આ સ્થિતિનું નિવારણ જરૂર થઈ જશે.
તેમણે કહ્યું : “દેખીતી રીતે તે આ શરત મામુલી છે, પણ મારા માટે ઘણી ભારે છે; કારણ કે મારું મન ' સંશયગ્રસ્ત બની ગયું છે અને તે કઈ પણ વાત પરત્વે " એકદમ શ્રદ્ધાવિત થઈ શકતું નથી, છતાં તમે એક