________________
૧૬૭
•
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ - અમે કહ્યું “જે અંતઃકરણમાં અશુદ્ધ મલિન–પાપ વિચારે ન હોય, તેને શુદ્ધ સમજવાનું છે.” '. તેમણે કહ્યું : “એ જ મટે વધે છે ને ? આપણા અંતઃકરણમાં કંઈને કંઈ પાપી વિચારે પડ્યા જ હેય છે અને નવા પાપી વિચારે દાખલ થતા જાય છે. ત્યાં અંતઃકરણ શુદ્ધ શી રીતે રહે?” - અમે કહ્યું: “તેને પણ ઉપાય છે. જે જપ પહેલાં ભૂતશુદ્ધિ કરી લઈએ, તે આપણા અંતઃકરણમાં રહેલા સર્વ પાપી વિચારને નાશ થાય છે અને “હું નવા કેઈ પણ પાપી વિચાર નહિ કરું એ દઢ સંકલ્પ કરવાથી નવા પાપી વિચાર આવતા નથી.” - તેમણે કહ્યું: “ભૂતશુદ્ધિની ક્રિયા ન આવડતી હોય તો? મારી જાણ મુજબ એ એક લાંબી અને અટપટી ક્રિયા છે.”
અમે કહ્યું : “જેને નિત્ય અભ્યાસ છે, તેને એ ક્રિયા લાંબી કે અટપટી લાગતી નથી, આમ છતાં એ ક્યિા કરવાની શક્યતા ન હોય તે “ક્ષિા » સ્વાદા? એ મંત્ર પાંચવાર બેલીને મારા પૃથ્વી આદિ પાંચેય ભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવાથી પણ ભૂતશુદ્ધિ થાય છે. સંક૯પનું માહાસ્ય તે તમે જાણો છે. એથી પાપી વિચારેને આવતા અટકાવી શકાય છે. એમ છતાં કઈ પાપી વિચાર આવી ગયું છે તે માટે દિલગીર થવાથી તેની શુદ્ધિ થઈ જાય છે. '