________________
૧૬૪
મંત્રદિવાકર (૫) ત્યાર પછી નીચેનો શ્લોક બેલી મંગલ ભાવના કરવી :
सर्वे वै सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभागू भवेत् ।।
સર્વે સુખી થાઓ. સર્વે રોગરહિત થાઓ. સર્વે કલ્યાણને જુઓ. કેઈ પણ દુઃખી થાઓ નહિ.”
(૬) ત્યાર પછી “ નિત્તઃ' એ ભૂલમંત્રનો જપ શરુ કરો અને તેની દશ માળા ફેરવવી. આ માળા. સ્ફટિક, રજત કે શ્વેત સૂતરાઉ મણકાની રાખવી. પ્રથમ તેને શુદ્ધિસંસ્કાર કરી લેવો. તેને વિધિ મંત્રવિજ્ઞાનના ત્રેવીશમાં પ્રકરણમાં બતાવેલ છે.)
(૭) રાત્રે સૂતા પહેલાં શુદ્ધ વસ્ત્રો પહેરીને ત્રણ વાર નમસ્કાર અને ત્રણ વાર મંગલભાવના પૂર્વક મૂલમંત્રની ઓછામાં ઓછી ત્રણ માળા ગણવી.
(૮) કેઈ અસાધારણ સંગોમાં સવારે દશ માળા. ન ગણી શકાય તેમ હોય તો બાકીની માળા આ ત્રણ. ઉપરાંત માળા ફેરવીને પૂરી કરવી.
(૯) ભજન સાત્વિક રાખવું અને આ દિવસમાં કેઈની સાથે ટંટા-ફિસાદમાં ઉતરવું નહિં. બને તેટલી શાંતિ રાખવી.