________________
I
:
:
૧૩૪
. . . મંત્રદિવાકર માંત્રિકના હસ્તાક્ષર હતા અને તે મેકલવાને સમય પણ લખેલો હતો. તે પરથી એમ જાણી શકાયું કે આ સોપારી ત્રણ માઈલ દૂરથી એક મીનીટમાં અહીં આવી. છે. તે પછી તે માંત્રિક સાથે વાતચીત થતાં તેણે જણાવ્યું કે મંત્રશક્તિથી ૩૦૦૦ માઈલ સુધી આવી નાની ભૌતિક વસ્તુ મોકલી શકાય છે અને તે મીનીટ કે બે મીનીટમાં - પહોંચી જાય છે.
આ સંજોગોમાં આપણે દેવતાઓને વાસ સર્વત્ર. છે, એમ કહીએ તે પણ છેટું નથી. ' દેવતાઓમાં દેવ અને દેવી એવા બે વિભાગો હોય. છે. તે બંનેનું સામર્થ્ય અચિંત્ય હોય છે, તેથી તે. અનેની સ્તુતિ-સ્તવના થાય છે. આમ છતાં દેવ કરતાં દેવીની ઉપાસના વધારે પ્રમાણમાં થાય છે, તેનું કારણ માતૃત્વનો સિદ્ધાંત છે. માતા બાળકને જન્મ આપે છે, તેને મમતાથી ઉછેરે છે અને પોતાની સર્વશક્તિ વાપરીને તેનું રક્ષણ કરે છે, તેથી તે પિતા કરતાં વધારે માનને પાત્ર ઠરે છે, વધારે પ્રમાણમાં પૂજાય છે. તે જ રીતે ' ' દેવ કરતાં દેવી તેના માતૃસ્વરૂપને લીધે મનુષ્યના મનનું વિશેષ આકર્ષણ કરે છે અને તેના દ્વારા વિશેષ પ્રમાણમાં વંદાય છે–સ્તવાય છે–પૂજાય છે. - સાધકે એક વાત અવશ્ય યાદ રાખવી કે આપણે દેવ કે દેવી ગમે તેવી ઉપાસના કરતાં હોઈએ, તે તેમાં સનિષ્ઠા રાખવી અને તેને સમર્પિત થઈ જ અન્ય કોઈ દેવ-દેવીને હીન કે ઓછી શક્તિના માની તેની