________________
દેવતાઓ અંગે કિંચિત
૧૩૫ નિંદા કરવી નહિ કે તેની કોઈપણ પ્રકારે અપભ્રાજના કરવી નહિ. આખરે તે એ અચિંત્ય શક્તિ ધરાવનાર છે. તેની અપભ્રાજના કરનાર આપણે કોણ? જેમણે કેઈપણ દેવ-દેવીની જાણતા કે અજાણતાં નિંદા કરી છે, તેમને તેનાં ઘણાં માઠાં પરિણામે ભેગવવાં પડ્યાં છે.
શાક્તોએ જેમ શક્તિને અધિક મહત્વ આપ્યું છે અને દશ મહાવિદ્યાઓને અગ્રસ્થાને મૂકી છે, તેમ જૈન પિરંપરામાં ઈહલૌકિક કાર્યોની સિદ્ધિ અર્થે શાસનદેવીએ, તીર્થકરોની માતાઓ તથા સોળ વિદ્યાદેવીની ઉપાસના
અધિક પ્રમાણમાં રહી છે. - મહાનિર્વાણતંત્રમાં કહ્યું છે કે “જી સરિજ રહ્મ ” આ મંત્રને મધ્યરાત્રિના સમયે નિયમિત જપ કરવાથી તથા તેનું ધ્યાન ધરવાથી સાધકને એક કે બે મહિનામાં જ દેવલોક તથા દેવતાનાં દર્શન થાય છે. આ જપ તથા ધ્યાનની કિયા ઓછામાં ઓછી એક કલાકથી દોઢ કલાક સુધી કરવી જોઈએ. ' - જેમને ગસાધના વડે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય છે, તે દેવકને જોઈ શકે છે તથા તેમની ભૂતકાલની લીલા પણ નિહાળી શકે છે. આ રીતે આજ સુધીમાં અનેક રોગસાધકોએ દેવલેક અને દેવતાનાં દર્શન કર્યા છે, તેથી સુજનેએ દેવતત્વમાં શ્રદ્ધાન્વિત થઈને તેમની મંત્રસાધના દ્વારા ઉપાસના કરવી અને તેમના અનુગ્રહ– • સાક્ષાત્કારથી જીવનને ધન્ય બનાવવું એ અમારી આગ્રહભરી અભ્યર્થના છે. . . . .