________________
પૂજન-અર્ચન સ`ખથી વિરોષ
૧૩૭
નિવિન સપૂર્ણ થાય છે. તે અ ંગે અમારા જાતિઅનુભવના એક દાખલે અહીં રજૂ કરવાનું ઉચિત સમજીએ છીએ.
અમારા ગણિતસિદ્ધિના પ્રયાગે અંગે એક ખાસ સમારેહ અમદાવાદના નાગરિકાની સમિતિ દ્વારા તા. ૨૧–૧–૬૭ના રાજ ત્યાંના ટાઉન હાલમાં ચેાજાયા હતા. તેના પ્રમુખ તરીકે તે વખતના ગુજરાત રાજ્યના પંચાયત, સહકાર અને વાહનવ્યવહાર ખાતાના સચિવ શ્રી વજુભાઈ મ. શાહની વરણી થઈ હતી અને અતિથિવિશેષ તરીકે તે વખતના ગુજરાત રાજ્યના રાજ્યપાલ ડૉ. નિત્યાનંઢ કાનુનગાએ પધારવાની સંમતિ આપી હતી. પરંતુ સમારોહ આડા માત્ર માર-તેર દિવસ બાકી રહ્યા, ત્યારે સ્થિતિ ઘણી ડામાડોળ ખની ગઈ હતી. શ્રી. વજુભાઈ શાહુ છેલ્લા કેટલાક દિવસથી ખિમારીને કારણે પથારીવશ હતા અને ડૉ. નિત્યાન’દ્ર કાનુનગાને તેમના પુત્ર અને પુત્રવધૂનુ એકાએક મરણ થતાં તેમના વતન (એરિસા)માં જવાનુ થયું હતું. ત્યાંથી તેઓ કયારે પાછા ફરશે ? એ નિશ્ચિત ન હતુ અને કદાચ તરતમાં પાછા ફરે તે પણ જાહેર સમારંભમાં ભાગ લેશે કે કેમ ? એ વિચારણીય હતું.
આ પરિસ્થિતિ નિહાળીને સમારેાહના કાર્યકર્તાઓ ચિંતાતુર ખની ગયા હતા અને હવે શું કરવું? તેની ભાંજગડમાં પડયા હતા; પરંતુ અમને અમારી નિત્યમ - પાસના પર પૂર્ણ શ્રદ્ધા હતી.