________________
૧૫૪
મંત્રદિવાકર હંસલે નાનો ને દેવળ જૂનું તો થયું એ પંક્તિ પાઠકએ જરૂર સાંભળી હશે. તેમાં હંસલો જીવાત્મા કે જીવને સૂચક છે. યોગીઓ, અવધૂત, સાધુ, સંતે તથા ભક્તો આ રીતે જીવને બહુધા હંસ તરીકે જ ઓળખે છે. ' હરપનિષદમાં કહ્યું છે કે જે સાધક બ્રહ્મચારી છે, શાંત છે, દાંત છે તથા ગુરુભક્ત છે, તેણે “હંસ : * મંત્રનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. જેમ લાકડામાં અગ્નિ રહેલે છે અને તલમાં તેલ રહેલું છે, તેમ સમસ્ત. શરીરમાં ચેતન્ય વ્યાપી રહેલું છે. તેને જાણવાથી મનુષ્ય. સંસારસમુદ્ર તરી જાય છે, એટલે કે તેને ફરીથી જન્મ. ધારણ કરે પડતું નથી.
અહીં એ પણ જણાવી દઈએ કે “હંસઃ હંસ ?” એવા શબ્દ કાન પર અથડાતાં સાપનું ઝેર ઉતરવા માંડે છે, એવી ધ જૈન શામાં થયેલી છે. એક દેશના પુત્રને સર્પદંશ થયે અને ઝેર ચડતાં તે ઢળી પડયો. ડોશી કરણ રુદન કરવા લાગી. હવે તે પુત્રનું નામ હંસ હતું, એટલે તે વારંવાર “હંસ હંસ” એ શબ્દ વડે તેને સંભારવા લાગી. આ શબ્દો તેના પુત્રના કાન પર અશડાતા ગયા, તેમ ઝેરની અસર ઓછી થવા લાગી અને એમ કરતાં તે નિર્વિષ થઈ ગયે.
જૈન પરંપરામાં તે વિષાપહારમંત્રને ઘણા ભાગે હંમંત્રો જ કહેવામાં આવે છે. તાત્પર્ય કે “હું” અને .