________________
ઉપર,
મંત્રદિવાકર ખરી વાત એ છે કે આપણે આધ્યાત્મિક વિકાસનું સાચું મૂલ્યાંકન કરી શક્યા નથી, તેથી તે માટે જેવા અને જેટલા પ્રયત્ન કરવા જોઈએ, તેવા અને તેટલા પ્રયત્ન કરતા નથી.
દુર્ગુણેને દૂર કરવા અને સગુણોને ખીલવવા, એ આધ્યાત્મિક વિકાસનું રહસ્ય છે. વધારે સ્પષ્ટ કહીએ તે દયા, દાન, પ્રેમ, પરોપકાર, સહૃદયતા, ઉદારતા, સત્ય, પ્રામાણિકતા, શૌચ, સંતોષ, પરસ્ત્રીત્યાગ, બ્રહ્મચર્યપાલન, વડીલેને વિનય, ગુરુભક્તિ, પ્રભુભક્તિ અને આ જગતના સર્વ મનુષ્ય સાથે સજજનતાભર્યો વ્યવહાર એ આધ્યાત્મિક વિકાસનાં મધુર-મધુરતમ ફળો છે. હવે કહો જોઈએ, આધ્યાત્મિક વિકાસની ઉપેક્ષા કરી શકાય ખરી?
. એક મનુષ્ય શરીરે હૃષ્ટ-પુષ્ટ હોય, દેખાવડે હોય અને બુદ્ધિશાળી પણ હોય, પરંતુ તેનામાં દયા, દાન આદિ ઉપર વર્ણવ્યા તેવા કેઈ પણ પ્રકારના સદ્ગણે ખીલ્યા ન હોય તે માનવી તરીકે તેનું મૂલ્ય શું? તાત્પર્ય કે આધ્યાત્મિક વિકાસથી મનુષ્ય સાચે મનુષ્ય બની શકે છે અને છેવટે દૈવી ભાવોથી યુક્ત થઈને સૂક્તિ, મેક્ષ, શ્રેય, નિર્વાણ કે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. .
એ નૈસર્ગિક મંત્ર છે. તેમાં ૩% કાર છૂપાયેલે છે તથા તે ઘણે નાને હઈ સરલતાથી જપી શકાય એવે છે, તેથી સુજ્ઞજનોએ તેના તરફ વિશેષ લક્ષ્ય આપવા જેવું છે.