________________
૧૪૪,
- મંત્રદિવાકર." તેને ગાયના ઘી તથા મધને કરમે દઈ સૂકવી નાખવું જોઈએ અને તેને ધૂપ કરે જોઈએ. આજે દશાંગધૂપને પ્રચાર છે, તેમાં લગભગ આ બધી વસ્તુઓ પડે છે.
ધૂયપાત્રને દેવતાની નાસિકા જેટલે ઊંચે લઈ જવું જોઈએ અને પછી તેનું નિવેદન કરવું જોઈએ.
(૧૩) દીપ–ઘીનો દીવો કરવો, તેની વાટ રૂની. બનાવવી, પણ બીજી કઈ વસ્તુની બનાવવી નહિ. તેને પણ નાસિકા જેટલે ઊંચે લઈ જઈ સમર્પણ કરે. જોઈએ. આ ક્રિયા દશ વાર કરવાની હોય છે.
(૧૪) નૈવેધ–દેવતાની સન્મુખ એક મંડલ બનાવવું અને તેમાં નૈવેદ્યની વસ્તુઓથી ભરેલું પૂર્ણપાત્ર સ્થાપના કરવું. પછી નૈવેદ્ય-દ્રવ્યનું યથાવિધિ પ્રક્ષણ તથા અવગૂઠન કરવું. પછી અમૃતીકરણમુદ્રા દર્શાવી મૂળમંત્ર. સાતવાર બેલી તેને અભિમંત્રિત કરવું. પછી અર્થના. જલથી નૈવેદ્યને દેવતા પ્રતિ નિવેદિત કરવું અને પ્રાણદિ પાંચ મુદ્રાઓથી દેવતાને પ્રાશન કરાવવું. ડાબી બાજુ નિવેદ્યમુદ્રા બતાવવી, પછી આચમનીય પ્રદાન કરવું. છેવટે શ્રી પાત્રના અમૃતથી ત્રણ વાર તર્પણ કરવું. જેને. આ વિધિનું વિશેષ જ્ઞાન નથી, તેઓ તે માત્ર હાથ
ડીને એટલું જ કહે કે “હું અત્યંત શ્રદ્ધાપૂર્વક આ નૈવેદ્ય આપને અર્પણ કરું છું. હે દેવી! તેને સ્વીકાર કરજે.”