________________
૨૩૦૧
મંત્રદિવાકર વાકય કે વાક્યસમૂહ. વેદો પર ભાષ્ય રચનાર સાયના ચાચે “ ત્રઃ ? એવી. સ્પષ્ટતા કરી છે.
વિશેષમાં આ પ્રકારના મંત્રને ભક્તિ-શુદ્ધ-વિધિ- - પૂર્વક પાઠ કરતાં તે તે દેવતાઓનાં દર્શન થતાં હતાં : ' અને તેમને પ્રાર્થેલાં કાર્યો પણ સંપન્ન થતાં હતાં, તેથી મંત્રને ભારે પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું અને તે દૈવી શક્તિઓનું અનુસંધાન કરવાનું એક સુંદર-પ્રશત-પ્રબલ સાધન ગણાયું.
થોડા વખત પહેલાં અમે ગુજરાતના એવા બે બ્રાહ્મણ પંડિતેની વાત સાંભળી હતી કે જે વેદોક્ત અગ્નિ–આવાહનના મંત્રે ભણીને યજ્ઞમાં સમિધને સળગાવી આપતા અને આજે પણ મદ્રાસ આદિ સ્થળોએ એવા બ્રાહ્મણે છે કે જે આ પ્રકારનું કાર્ય કરી શકે છે. ૪
તાંત્રિક ષિઓને પણ તેમના સમકાલીન તથા પૂર્વકાલીન ઋષિઓની જેમ નાના પ્રકારના દેવતાઓને સાક્ષાત્કાર થયો હતો અને તેનું સાધન કરવાના મંત્રો પણ પ્રાપ્ત થયા હતા. આજે પણ એ મંત્ર વડે દેવતાએની ઉપાસના કરતાં તેમના અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તથા સાક્ષાત્કાર કરી શકાય છે.
તાત્પર્ય કે આ વિશ્વમાં અનેક પ્રકારની દૈવી શક્તિઓ છે દેવતાઓ છે અને તેમની સાથે અનુસંધાન કરવાનું સાધન પણ છે, તેથી મત્રવિદ્યા જયવંતી વતે છે.
૪ મંત્ર બોલીને અગ્નિ પ્રકટાવવાનું દશ્ય થોડા વખત પહેલાં મુંબઈમાં ટેલીવીઝન પર બતાવવામાં આવ્યું હતું. ' '