________________
૬૧૮
મંત્રદિવાકર
અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તથા સાક્ષાત્કાર પણ થાય છે, તેનું કેમ? શું પ્રત્યક્ષ અનુભવને પણ કલ્પિત માનશે? બેટે કહેશે?
કેટલાક કહે છે કે આ વિશ્વમાં એક બ્રહ્મ જ છે, બીજું કંઈ નથી, એટલે બહું દેવતાઓ ક્યાંથી હોય? પણ તેમણે યાદ રાખવું જોઈએ કે આ વચન ઉચ્ચારનારા ત્રષિ-મુનિઓને બ્રહ્મના નિષ્કલ અને સકલ એવાં બે રૂપ માનવા પડયાં છે અને સકલ બ્રહ્મમાં શક્તિનો. ઉદય થતાં આ સૃષ્ટિ વિસ્તાર થાય છે, એમ સ્વીકારવું પડયું છે. વાસ્તવમાં પુરુષ અને પ્રકૃતિ અથવા ચૈતન્ય અને જડ એવા બે ભાગે સ્વીકાર્યા વિના આ સૃષ્ટિનું રહસ્ય કઈ પણ રીતે સમજાવી શકાય એમ નથી. અને સર્વ પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી. ત્રણ પ્રકારની સ્થિતિ જોતાં મહાન દૈવી શક્તિને પ! ત્રિમૂર્તિરૂપે સ્વીકાર કરવો પડ્યો છે. જે દૈવી શક્તિ વડે ઉત્પત્તિ શક્ય બને તે બ્રહ્મા, જે દૈવી શક્તિ વડે ઉત્પન્ન થયેલા પદાર્થો પિતપતાની સ્થિતિમાં રહે, તે વિષ્ણુ અને જે દૈવી શક્તિ વડે ઉત્પન્ન થયેલા પદાર્થોનો. નાશ થાય, અથવા તે અન્ય પદાર્થમાં રૂપાંતર થાય, તે મહેશ. આમાંથી એક પણ દૈવી શક્તિ ઓછી હોય તે. વિશ્વનું તંત્ર ચાલે જ નહિ.
* મનુષ્ય જન્મે છે, જીવે છે અને મરણ પામે છે, એમાં તે આ ત્રિવિધ ક્રિયાનું બહુ સ્પષ્ટ દર્શન થાય છે.