________________
[૧૧] દેવતાઓ અને કિંચિત
દેવતાનું પૂજન કરવા માટે શરીરશુદ્ધિ, ભૂતશુદ્ધિ, મનઃશુદ્ધિ, પ્રાણાયામ, ન્યાસ, મુદ્રા વગેરેનું વિવેચન કરી ગયા, પણ ખુદ દેવતાઓના અસ્તિત્વ વિષે જે આપણું મન નિઃશંક ન હોય તે એ પૂજનમાં શ્રદ્ધા-ભક્તિ-સદુભાવનું પુર શી રીતે વહેવાનું ? એટલે તે સંબંધી કેટલુંક વિવેચન ઉપયુક્ત ગણાશે. - જેઓ એકેશ્વરવાદી છે, એટલે કે એક જ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવે છે, તે બહુદેવવાદને સ્વીકાર કરતા નથી. આપણા ભારત દેશમાં પણ એવા એકેશ્વરવાદી મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે પિતાની એકનિષ્ઠાના આગ્રહથી બહુદેવવાદને કલ્પિત માને છે; પરંતુ આપણે -ત્યાં બહુદેવવાદ ફાલ્ય-ફૂલ્ય છે અને લાખે કેડે મનુષ્ય તેમાં શ્રદ્ધાન્વિત થઈને પ્રતિદિન દેવતાઓનું પૂજન-અર્ચન કરી રહ્યા છે. એટલું જ નહિ પણ તેમને તે તે દેવતાઓને