________________
મંત્રદિવાકર, - તે પછી કુંડલિની (શક્તિ)નું ચિંતવન કરવું. કુંડલિની સહસ સહસ્ર વિશ્ર્વની કાંતિ સમાન દેદીપ્યમાન છે અને કમલનાલગત તંતુના જેવી સૂમ તથા સર્પાકાર છે. તે આમ તે સુષુપ્તાવસ્થામાં રહે છે, એટલે કે સૂઈ રહે છે, પરંતુ હવે તે જાગી ગઈ છે અને તેનું – ગમન શરૂ થયું છે. હવે તે લિંગમૂલસ્થ વાધિષ્ઠાનચક્ર તથા નાભિમૂલસ્થ મણિપુરચક્રનું ભેદન કરીને સુપુણામાગે આગળ વધતી હૃદયસ્થિત અનાહતચકમાં આવી ગઈ છે. હૃદયમાં દીપશિખાના આકાર જેવો જીવ નિવાસ કરે છે. તેને તેણે પિતાના મુખમાં લઈ લીધો છે અને કંઠસ્થ વિશુદ્ધચક તથા ભૂમધ્યસ્થ આજ્ઞાચકનું ભેદન કરીને પૂર્વોક્ત સુષણામાર્ગથી જ તે સહસ્ત્રાર કમલદલમાં પહોંચી ગઈ છે. સહસ્ત્રારકમલદલમાં પરમાત્માનો નિવાસ છે. હવે તે કુંડલિની “ટૂં:” મંત્રદ્વારા જીવાત્માની સાથે જ પરમાત્મામાં વિલીન થઈ રહી છે–થઈ ગઈ છે.
જીવાત્મા–જીવ જે કે આખા શરીરમાં વ્યાપેલો છે, પણ હૃદયપ્રદેશમાં તેનું જ્યોતિ સ્વરૂપ વિશેષતાથી વ્યક્ત થાય છે, એટલે અહીં આ પ્રકારની ભાવના કરવાની છે.
હૃક્ષ” મંત્ર સંબંધી કેટલુંક વિવેચન આગલા પ્રકરણમાં આવશે. જેણે કુંડલિની શક્તિ અને ષકભેદનનો વિષય સારી રીતે સમજી લીધો હોય, તેને આ ક્રિયા સરલ થઈ પડે છે. તે અંગે પ્રસ્તુત ગ્રંથના ચોથા પ્રકરણમાં કેટલેક નિર્દેશ થયેલ છે. છતાં આ વિષયનું