________________
૯૮
મંત્રદિવાકર તેનું અનિર્વચનીય સુખ માણ્યું છે, એટલે સાધક પ્રયત્ન કરે તો પિતાના મનને પૂરેપૂરું પવિત્ર તથા એકાગ્ર બનાવી શકે, એ નિઃસંદેહ હકીકત છે.
હવે આવા સાધકે ને આશ્વાસન આપનારી એક-બે ઉક્તિઓ રજૂ કરીશું.
શ્રુતિ-સમૃતિઓમાં કહ્યું છે કે “મર વ મનુષ્યાળ, #ાર વમોથો: ! મન એજ મનુષ્યને માટે બંધ અને મેક્ષનું કારણ છે.” તાત્પર્ય કે મન જે અશુદ્ધ કે અપવિત્ર હોય તો તેનાથી સંસારનું બંધન પ્રાપ્ત થાય છે અને પરિણામે જન્મ-મરણ–રોગ-શેકાદિ ભેગવવાં પડે છે, તેથી વિપરીત-મન જે શુદ્ધ કે પવિત્ર હોય તે તેનાથી મોક્ષ મળે છે, એટલે કે અક્ષય–અનંત–સુખરૂપ સચિદાનંદ અવસ્થાની પ્રાપ્તિ થાય છે.”
ગભાષ્ય વગેરે ગ્રંથોમાં એવું એલાન કરાયું છે કે ચિત્તરૂપી નદી બંને બાજુ વહેનારી છે. જેમ તે કલ્યાણરૂપી કૈવલ્યસાગર ભણી વહન કરે છે, તેમ તે પાપરૂપ સંસારસાગર ભણી પણ વહન કરે છે. અભ્યાસ અને યત્ન વડે તે કલ્યાણરૂપ કૈવલ્યસાગર તરફ વહે છે ' અને વિષયોના આકર્ષણ વડે તે સંસારસાગર ભણી
આનો અર્થ એમ થયે કે મન એ આપણું વેરી જ નથી, મિત્ર પણ છે, પરંતુ તે મિત્રતા કેળવતાં આવડવી. જોઈએ. જે તેની મિત્રતા કેળવી શકીએ તે સાધના માર્ગમાં